મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને લઇને સમિક્ષા કરવામાં આવશે. જો રાજ્યમાં પુરની પસ્થિતિ ઉભી થાય તો તેને પહોચવી વળવા માટેના સરકારની તૈયારીના ચર્ચા કરવામાં આવશે. આ સાથે જે રાજ્યમાં આરટીઇમાં ગરીભ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રીયાન ચર્ચા કરવામાં આવશે.

પિરજોય વાવાઝોડાના કામીગીરી તેજ ગતીએ થઇ રહી છે. તેને બાકી રહેલી કામગીર ઝડપી પતાવી દેવા માટે અને પશુપાલકોએ જેમણે પોતાના પશુ ગુમાવ્યા છે તેમને જલ્દી સહાય આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત બેઠકમાં પંચાયતમાં ઓબીસીની અનામત આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પંચાયતની ચૂંટણીમાં ઓબીસીને તેની શંખ્યા અનુસાર અનામત મળે તે માટે ઝવેરી પંચે પોતાનો રિપોર્ટ રજુ કરી દિધો છે. તે અંગેનો નિર્ણય દિવાળી બાદ લેવાની શક્યતા છે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ તેનો લાભ લાભાર્થી સુધી પહોચડવા માટે સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
