Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળે પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલીને શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમા ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. ઓમ પ્રકાશ કોહલીને ભાવભરી શ્રધ્ધાંજલિ અપાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. ઓમ પ્રકાશ કોહલીને ભાવભરી શ્રધ્ધાંજલિ આપીને તેમના આત્માને પરમશાંતિ મળે તેવી પ્રભુપ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ. સ્વ. ઓમ પ્રકાશ કોહલીના અવસાન અંગે રાજય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરે છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતુ.

Bhupendra patel

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતુ કે, ગુજરાતના પૂર્વ રાજયપાલ ઓમપ્રકાશ કોહલીનું ગત તા.૨૦ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ અવસાન થયું હતુ. નવી દિલ્હીમાં તા.૯મી ઓગસ્ટ ૧૯૩૫ના રોજ જન્મેલા સ્વ. કોહલી પ્રખર દેશભકત હતા. તેઓશ્રીએ રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો. ૩૭ વર્ષ સુધી તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ સેવા આપી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, કોહલી કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્યપરાયણતાને વરેલા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન MISA (Maintenance of Internal Security Act.) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલવાસ ભોગવ્યો હતો. તેઓ વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૦ સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતાં.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યુ હતુ કે, તા.૧૬મી જુલાઇ ૨૦૧૪ થી તા. ૧૫મી જુલાઇ ૨૦૧૯ સુધી ગુજરાતના રાજયપાલતરીકેના તેમના યશસ્વી કાર્યકાળ દરમ્યાન ગુજરાતની વર્તમાન વિકાસ યાત્રાનો નકશો કંડારવામાં સ્વ ઓમ પ્રકાશ કોહલીએ આપેલું યોગદાન સદાય અવિસ્મરણીય બની રહેશે. સંવૈધાનિક સંસ્થાઓ અને બંધારણીય મુલ્યો પરત્વે તેમને ખૂબ જ આદર હતો અને તેનું સંવર્ધન કરવા માટે તેઓ સતત જાગૃત રહ્યા હતા. આ ઉપરાંત તા.૦૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ થી તા.૧૯મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ગુજરાતની સાથે સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X