For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હવે ભાજપમાં જોડાઇ શકે છે હાર્દિક પટેલ?, બોલ્યા- હું સાચો હિન્દુ, જલ્દી બનાવાય રામ મંદીર

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા વિપક્ષી પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલ મીડિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યા છે. સોનિયા ગાંધીની ‘હા’ બાદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા વિપક્ષી પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલ મીડિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યા છે. સોનિયા ગાંધીની 'હા' બાદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આમ છતાં કોંગ્રેસ ચૂંટણીમાં સારો દેખાવ કરી શકી નથી. હાર્દિક પટેલે પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે હાઈકમાન્ડને જવાબદાર ઠેરવ્યુ હતુ.

Hardik Patel

હાર્દિક પટેલે તો થોડા દિવસ પહેલા જ કહી દીધું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં મારી હાલત એવી થઈ ગઈ છે કે એક દુલ્હાની નસબંધી કરાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, હવે હાર્દિક પટેલ એ જ બીજેપીના વખાણ કરી રહ્યો છે, જેણે થોડા વર્ષો પહેલા ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ સૌથી મોટું આંદોલન શરૂ કર્યું હતું. ભાજપ હાર્દિક પટેલથી એટલુ નારાજ હતુ કે તેને જેલ પણ થઈ હતી. તે જ સમયે, ભાજપ વિરુદ્ધ નિવેદન આપીને, હાર્દિકે કોંગ્રેસ પાર્ટી સાથે તેની નિકટતા વધારી અને પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયો. કોંગ્રેસે તેમને હાથો હાથ લીધા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર પોતાને મહત્વ ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતની ચૂંટણી પહેલા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હવે પોતાની પાર્ટી પર આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં કોંગ્રેસ નેતૃત્વ કોઈને કામ કરવા દેતું નથી અને જો કોઈ કરે છે તો તેને રોકી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, મને એ વાતનો અહેસાસ થયો છે કે કોંગ્રેસ નેતૃત્વ કોઈને કામ કરવા દેતું નથી અને જો કોઈ કામ કરવા જઈ રહ્યું છે તો તેમને રોકવામાં આવી રહ્યા છે. ગુજરાતના અગ્રણી અખબાર 'દિવ્ય ભાસ્કર'ને આપેલા ઈન્ટરવ્યુમાં હાર્દિક પટેલે ગુજરાતના શાસક પક્ષ ભાજપની પ્રશંસા કરી હતી.

ભાજપના વખાણ કરતા હાર્દિક પટેલે કહ્યું કે ભાજપ હાઈકમાન્ડ મહેનત કરનારાઓને તક આપે છે. તેમણે કાશ્મીરમાં 370 દૂર કરવા, અયોધ્યા રામ મંદિર બનાવવા માટે ભાજપની પ્રશંસા કરી. હાર્દિકે કહ્યું- હું મારી જાતને સાચો હિન્દુ માનું છું. હું ઈચ્છું છું કે રામની નગરીમાં રામ મંદિર બને.

હાર્દિક અહીંથી ન અટક્યો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેણે ભાજપના વખાણ કર્યા. તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ પાર્ટીથી નારાજ છે અને કેટલાકે પાર્ટી છોડી દીધી છે. હાર્દિકે કહ્યું- 'હવે મારે પણ મારું ભવિષ્ય જોવાનું છે.'

જે બાદ સવાલો ઉઠવા લાગ્યા છે કે શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે? ચૂંટણી પહેલા તેઓ ચોક્કસ કોઈ મોટો નિર્ણય લેશે.

English summary
Can Hardik Patel join BJP now ?, I am a true Hindu, Ram temple to be built soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X