ગુજરાતના યોગદાનથી ભારત-કેનેડાના સંબંધો વધુ સુદ્રઢ બનશે: સ્ટીફન હાર્પર

narendra-modi-stephen-harper
ગાંધીનગર, 13 જાન્યુઆરી: કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર (Mr.Stephen Harper) એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૩ની અભૂતપૂર્વ સફળતા માટે અભિનંદન આપતો પત્ર પાઠવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે કેનેડા સહભાગી બન્યું છે, અને સમિટમાં ભાગ લેવા આવનારા સહુને ઉષ્માભરી શુભેચ્છા આ પત્ર દ્વારા પાઠવી છે.

કેનેડાના વડાપ્રધાને ભારત સાથેના સંબંધો વધુ સુદ્રઢ અને વૈવિધ્યપૂર્ણ બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતે પરસ્પર વાણિજ્યિક સંબંધો અને બંણે વચ્ચે પ્રજાકીય સંબંધોનો સેતુ મજબૂત બનાવવા એક અદભૂત અવસર પૂરો પાડ્યો છે.

ગુજરાતને તેના ઉદ્યોગ સાહસિકતાના વિશ્વ પ્રતિષ્ઠાપ્રા મિજાજ અને ભારતના ઉત્તમ પ્રગતિશીલ અને ઔદ્યોગિક રાજ્ય ગણાવતા કેનેડાના વડાપ્રધાને જણાવ્યું છે કે, કેનેડા માટે ગુજરાત મહત્વનું ભાગીદાર છે, એનું કારણ એ પણ છે કે ગુજરાતનો ભૂભાગ વ્યૂહાત્મક લાભ ધરાવે છે, ગુજરાત પાસે સુદ્રઢ આર્થિક વિશ્વસનિયતા છે અને બહુભાષી કૌશલ્યક્ષમતા ધરાવતી કાર્યશક્તિ છે. કેનેડાએ અમદાવાદમાં ટ્રેડ ઓફિસ શરૂ કરેલી છે, અને તેના કારણે ગુજરાત અને કેનેડાની જનતા વચ્ચે વેપાર વાણિજ્યની નવી તકો વિસ્તરવામાં સહાયરૂપ બનશે.

કેનેડાની સરકાર વતી ગુજરાતના મુખ્યમંત્રીનરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં સ્ટીફન હાર્પરે કેનેડાભારતના સંબંધો વધુ મજબૂત બનાવવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી છે, અને ગ્લોબલ સમિટની ઉર્ધ્વગામી ફળશ્રૃતિની શુભેચ્છા વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X