કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ? ગુજરાતમાં આજે આવ્યા 4213 નવા મામલા

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં રોજ નોંધાતા નવા કેસો તેની અગાઉના રેકોર્ડ તોડી રહ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના કારણે વધુ એક દર્દીએ પોતાનો જી

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં રોજ નોંધાતા નવા કેસો તેની અગાઉના રેકોર્ડ તોડી રહ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના કારણે વધુ એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનિય છેકે અમદાવાદમાં સૌથી વધુ 1862 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં પણ ત્રીજી લહેરમાં પ્રથમ વખત દૈનિક કેસો 1 હજારની પાર પહોંચી ચૂક્યાં છે. જ્યાં આજે 1193 કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટમાં 224 અને વડોદરામાં 116 કેસ સામે આવ્યા છે. જ્યારે તાપીમાં કોરોનાથી એક દર્દી મોતને ભેટ્યો છે.

Corona

ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં છેલ્લા 6 દિવસમાં જ 13,124 કેસ સામે આવ્યા છે. આમ કોરોનાની ત્રીજી લહેરમાં આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 860 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. નવા આંકડા સાથે રાજ્યમાં કોરોનાના 8,20,383 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે વાયરસ અત્યાર સુધીમાં 10,127 લોકોના જીવ લીધા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 14,346 એક્ટિવ કેસો છે. જે પૈકી 29 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 8,20,383 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 97.10 પર પહોંચી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X