ઇશરત કેસમાં CBIએ કહ્યું અમિત શાહે વણઝારા સાથે વાત કરી હતી

isharat-jahan-fack-encounter
અમદાવાદ, 7 જૂન : વર્ષ 2004ની સાલમાં ઇશરત જહાં અને અન્‍ય ત્રણના એન્‍કાઉન્‍ટરમાં થયેલા મોતની તપાસમાં હવે સીબીઆઇ ગુજરાતના મુખ્‍યમંત્રીના કાર્યાલયમાંથી થયેલા રહસ્‍યમય ફોનનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે. આ અંગે સીબીઆઇનું કહેવું છે કે એન્કાઉન્ટર પહેલા તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહ અને ક્રાઇમ બ્રાન્‍ચના તત્‍કાલીન ડીસીપી ડી જી વણઝારા વચ્ચે વાચચીત થઇ હતી.

સીબીઆઇ માને છે કે ફોન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના ઓફિસરો અને તે વખતના ઇન્‍ટેલીજન્‍સ બ્‍યુરોના વડા સાથે સતત સંપર્કમાં હતા. ગુજરાતના અગ્રણી અખબારોના અહેવાલ જણાવે છે કે ઇશરત જહાં સહિત ચારના એન્‍કાઉન્‍ટરના ગણતરીના કલાકો પહેલા અને પછી પૂર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહ અને એન્‍કાઉન્‍ટરને અંજામ આપનાર ક્રાઇમ બ્રાન્‍ચના તત્‍કાલિન ડીસીપી ડી જી વણઝારા વચ્‍ચે વારંવાર વાતચીત થઇ હતી.

સીબીઆઇના સૂત્રો કહે છે કે, અમિત શાહ અને ડી જી વણઝારા વચ્‍ચે અસામાન્‍ય સમયે વાતચીત થઇ હતી. શું વાતચીત થઇ હતી તે જાણવા અમે વણઝારાની પૂછપરછ કરી રહ્યા છીએ અને જરૂર પડયે અમિત શાહને પણ પૂછપરછ માટે બોલાવાશે. પૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા, તેમના બોસ તત્કાલીન ડીજીપી પી.પી.પાંડે કે જેઓ હાલ અદ્રશ્‍ય છે તેઓ અને તે વખતના સેન્‍ટ્રલ આઇબીના ઓફિસર રાજેન્‍દ્રકુમારના ફોન કોલ રેકોર્ડસ દર્શાવે છે કે તેઓ બધા મુખ્‍યમંત્રી કાર્યાલયના કોઇ વ્‍યકિત સાથે સતત સંપર્કમાં હતા.

સીબીઆઇના સૂત્રો જણાવે છે કે ઇશરત જહાં અને અન્‍ય ત્રણના જે દિવસે મોત થયા તે 14 જૂન, 2004ના રોજ પણ તેઓ બધા વચ્‍ચે વાતચીત થઇ હતી. એન્‍કાઉન્‍ટર પહેલા અને પછી પાંડે અને રાજેન્‍દ્રકુમાર સીએમઓના ફોન કરનારના સંપર્કમાં હતા. સીબીઆઇ હવે એ જાણવા માંગે છે મુખ્‍યમંત્રી કાર્યાલયમાંથી કોણ આ બધાના સંપર્કમાં હતા. હાલમાં આ ઓપરેશનમાં કેટલાક રાજકારણીઓ, આઇબી અને ક્રાઇમ બ્રાન્‍ચના તત્‍કાલિન જેસીપી પી પી પાંડે તથા વણઝારાની ભૂમિકા હોય તેવું જણાય છે.

સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે એન્‍કાઉન્‍ટર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના જૂન 2004ના ફોનકોલ્‍સ ડિટેઇલ કઢાવ્‍યા છે. જેમાં એન્‍કાઉન્‍ટર પહેલા અને પછી અમિત શાહ અને વણઝારા વચ્‍ચે વાતચીત થયાનું જણાય છે. હાલ આ કોલ ડિટેઇલનું પૃથક્કરણ પણ કરવામાં આવી રહ્યુ છે જેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી પ્રકાશમાં આવે તેવી શકયતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X