For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઇ સમન્સ મોકલી મોદી અને અમિત શાહને કરી શકે છે પૂછપરછ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan-encounter
અમદાવાદ, 25 મે: વર્ષ 2004માં થયેલા બનાવટી એન્કાઉન્ટરમાં સીબીઆઇ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ખાસ માનવામાં આવતાં પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને સમન્સ મોકલી પૂછપરછ કરી શકે છે.

બીજી તરફ આ કેસમાં સીબીઆઇએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકી નથી. જેના કારણે આ અધિકારીઓને જામીન મળવાનો અને જેલમાંથી બહાર નિકળવાનો રસ્તો મોકળો થઇ જશે.

આ અધિકારીઓમાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી જીએલ સિંઘલ સહિત કેટલાક અન્ય નામો પણ સામેલ છે જેમાં એક નામ ડીઆઇજી ડીજી વણઝારાનું પણ છે. જો કે તે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં પણ સામેલ છે. સીબીઆઇ નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ ન કરી શકતાં જે ફાયદો પોલીસના ઉપરી અધિકારીઓને થયો તેનાથી કેટલાક લોકોના મોઢા ફૂલી ગયા છે.

ઇશરત જહાં કેસમાં સીબીઆઇ જૂનના પ્રથમ અઠવાડિયામાં ચાર્જશીટ દાખલ કરી દેશે. સિંઘલ આ કેસમાં પહેલાંથી જ પોલીસ સેવામાંથી રાજીનામું આપી ચૂક્યાં છે. જેલમાં રહેવા દરમિયાન તેમને કોઇપણ પ્રકાર સેવા લેવાની મનાઇ કરી દિધી હતી. મે 2011માં આ કેસમાં લુપ્ત પોલીસ અધિકારીઓએ સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.

English summary
Narendra Modi and Amit Shah may be summoned for questioning by the agency shortly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X