બનાવટી એન્કાઉન્ટર કેસમાં સરકારી સાક્ષી બની શકે છે વણઝારા
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: બનાવટી એન્કાઉન્ટર કેસમાં જેલમાં બંધ ગુજરાત પોલીસના અધિકારી ડીઆઇજી ડીજી વણઝારા સાથે પૂછપરછમાં સીબીઆઇએ હરેન પંડ્યા કેસના પુરાવા હાથ લાગ્યા છે. આ સાથે જ સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ બનાવટી એન્કાઉન્ટર કેસમાં ડીજી વણઝારા સરકારી સાક્ષી બની શકે છે.
સૂત્રોનું કહેવું છે કે ડીજી વણઝારાએ શુક્રવારે સીબીઆઇની ટીમને કહ્યું હતું કે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા પાછળ રાજકીય કાવતરું હતું. કહેવામાં આવે છે કે ડીજી વણઝારાએ હરેન પંડ્યા મર્ડર કેસમાં સોહરાબુદ્દીનની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાણકારી આપી છે.
જો કે એ વાતની ઓછી શક્યતા છે કે પહેલાં જ તપાસ પુરી કરી ચૂકેલી સીબીઆઇ ફરીથી હરેન પંડ્યા કેસની ફાઇલ ખોલે. હરેન પંડ્યા કેસમાં બધા આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે છોડી મૂક્યાં છે. સીબીઆઇએ આરોપીઓને છોડી મુકતાં સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. હરેન પંડ્યાનો પરિવાર શરૂઆતથી જ કહેતો રહ્યો છે કે આ હત્યાકાંડ પાછળ રાજકીય કાવતરું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડીજી વણઝારા થોડાં દિવસો પહેલાં મહાસચિવ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને નારાજગી વ્યક્ત કરતાં એક પત્રના માધ્યમથી રાજીનામું મોકલ્યું હતું. જો કે તેમના વિરૂદ્ધ તપાસ ચાલુ હોવાથી રાજ્ય સરકારે રાજીનામું સ્વિકાર્યું નથી. આ પત્ર સામે આવ્યા બાદ શુક્રવારે સીબીઆઇની ટીમે સાબરમતી જેલમાં ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી ડીજી વણઝારા સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સરકારી સાક્ષી બની શકે છે.












Click it and Unblock the Notifications
