CCTV: અમદાવાદના પેટ્રોલ પંપ પર થઇ ખુલ્લી લૂટ, જુઓ વીડિયો
અમદાવાદ પાસે આવેલા પેટ્રોલપંપમાં થઇ લૂંટ, જુઓ વીડિયો
અમદાવાદમાં સરખેજ-સાણંદ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર ખુલ્લે આમ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અહીં આવેલા યોગી પેટ્રોલપંપ ખાતે પહેલા તો એક કારચાલકે ડિઝલ પુરાવ્યું અને પાછળથી કર્મચારી પાસે રહેલું પૈસાનું પર્સ આચકીને ગાડીમાં રફુ ચક્કર થઇ ગયા હતા. જો કે પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના ઝીલાઇ ગઇ હતી. જેના આધારે પોલિસે હાલ તપાસ આદરી છે.

ત્યારે આ સમગ્રી ઘટનાનું સીસીટીવી ફૂટેજ જુઓ નીચેના આ વીડિયોમાં. જેમાં કેવી રીતે આ અજાણ્યા ઇસમો પેટ્રોલ પંપના કર્મચારીને હાથતાળી આપી લૂંટ ચલાવે છે તે સ્પષ્ટ રૂપે જોવા મળે છે.
નોંધનીય છે કે રાતના સમયે બનેલી આ ઘટનામાં પેટ્રોલ પંપ ઉપર નહિવત લોકો હતા અને શાંતિથી કામ ચાલી રહ્યું હતું. તેમાં કારચાલક આવીને પહેલા તો ગાડી મૂકવા માટે અનાકાની કરી છે અને પછી કર્મચારી પાસેથી રકમ લઇને નાસી છૂટે છે. કર્મચારી પાછળ દોડી પકડવાનો પ્રયાસ પણ કરે છે. પણ સફળ નથી જતો. ત્યારે આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેઝ જુઓ નીચેના આ વીડિયોમાં....












Click it and Unblock the Notifications
