બનાસકાંઠામાં કેળવણી અને સહયોગની થીમ પર સ્તનપાન સપ્તાહની ઉજવણી!
બનાસકાંઠા જિલ્લામાં ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. "સ્તન પાનને પ્રોત્સાહન: કેળવણી અને સહયોગ" ની થીમ પર જિલ્લા, ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

જિલ્લામાં ૧ લી ઓગષ્ટથી શરૂ થયેલા વિશ્વ સ્તનપાન સપ્તાહ હેઠળ ગ્રામ્ય પંચાયત સ્તરે સરપંચની અધ્યક્ષતામાં 'પોષણ પંચાયત' રેલી, પ્રભાત ફેરી, એ.એન.સી અને પી.એન.સી માતાઓની ગૃહ મુલાકાત, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સુપોષણ સંવાદ, સ્તનપાન દરમિયાન બાળકની યોગ્ય સ્થિતિ વિશે સમજ અને સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ, ૬ મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન અને તેનું મહત્વ, પરિવારના સભ્યોની ભૂમિકા, આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન પર કવિઝ સ્પર્ધા, સ્તનપાન અંગે લાભાર્થીઓનું ટેલિફોનિક/ વિડિઓ કાઉન્સેલિંગ, THR, MMY, અને PSY (આદિવાસી બ્લોકમાં) પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયા ગ્રુપમાં સંદેશાઓની વહેંચણી જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી થકી સ્તનપાનનું મહત્વ સમજાવી સ્તનપાનને સમર્થન આપવા માટે પ્રતિજ્ઞા લેવડાવવા જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
નવજાત શીશુને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન, અને છ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ (કોલસ્ટ્રોમ) અતિ આવશ્યક હોય છે. જે નવજાતને રોગ પ્રતિકારક શક્તિ આપે છે તેમજ બાળકને ૬ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવુ જોઈએ. બાળકોને ૬ માસ પુરા થતાં તરત જ સ્તનપાન સાથે ઘરે ઉપલબ્ધ પૌષ્ટિક, નરમ ખોરાક અને પોચા ખોરાકની શરૂઆત કરાવવી જોઈએ. આ પ્રકારની માહિતી મહિલાઓને આપી સ્તનપાન કરાવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને પ્રશિક્ષિત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
