અમદાવાદ સહિત ગુજરાતભરમાં વાતાવરણમાં પલ્ટો, પવન અને કડાકા સાથે વરસાદ

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે હવામાનમાં પલ્ટો આવ્યો છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના અહેવાલો છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે છુટ્ટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ભાવનગર, બનાસકાંઠા, બોટાદ, ડાંગ અને અમદાવાદના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.

rain amdavad

વરસાદ અને વાવાઝોડા સાથે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. અમદાવાદ આસપાસ અડાલજ, મહેસાણા હાઈવે પર જોરદાર પવન ફૂંકાતો જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી.

વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાના પણ અહેવાલ છે. બોટાદ અને સાબરકાંઠાના ઈડરમાં કરા પડ્યાં હોવાના અહેવાલ છે.

ભાવનગરના સિહોર તાલુકાના પંથકોમાં વાતાવરણ બદલાતા કરા સાથે વરસાદ જોવા મળ્યા. સિહોરના સણોસરા, ઈશ્વરીયા, આંબલા ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X