રાજ્યમાં વધુ 7 શહેરોમાં શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવશે
રાજ્યના અન્ય 7 શહેરોમાં અન્નપુર્ણા યોજનાની શરુઆત કરવામાં આવશે. અત્યાર સુધી ગાંધીનગર અે અમદાવાદ જેવા શહેરોમાં આ યોજના ચાલે છે. પરંતુ આ યોજનાને વધારે શહેરોમાં ફમ લઇ જવામા આવશે જ્યા સુસ્તુ ભોજન લોકોને આપવામા આવશે
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર તા. 20 જાન્યુઆરીના રોજ અભિલાષા કડિયાનાકા, વડોદરા, તા. 27 જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા, સુરત, તા. 28 જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા, રાજકોટ, તા. 29 જાન્યુઆરીના રોજ જીઆઇડીસી -વાપી, વલસાડ તેમજ ડાયમંડ ચોક કડિયાનાકા,નવસારી તથા તા. 30 જાન્યુઆરી 2023ના રોજ મહેસાણાના સિદ્ધપુર અને પાટણ જિલ્લામાં ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
