છોટા રાજનના સાગરિત નીલેશ ગજ્જરની સુરતમાં હત્યા

ગંભીર રીતે ઘાયલ નીલેશને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર નીલેશના શરીર પર ઉંડા ઘા લાગ્યા હતા જેથી શરીરમાંથી લોહી વહી ગયુ હતું. જેથી તેને બચાવવામાં નિષ્ફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ આ હત્યામાં રાજૂ સલમાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એફઆરઆઇ દાખલ કરી દિધી છે, પરંતુ હજુ સુધી ગુનેગારો વિશે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.












Click it and Unblock the Notifications
