બાલાસિનોરમાં 16.50 કરોડના ખર્ચે દેશનું પ્રથમ ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ
બાલાસિનોર રૈયાલીમાં 16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલ દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફઓસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમ ફૈઇજ 2ના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર
બાલાસિનોર રૈયાલીમાં 16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલ દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફઓસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમ ફૈઇજ 2ના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. તેમજ સાથે મહીસાગર ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાની રાજ્ય સરકારની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભર્યું છે. રિલિજયસ ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, પ્રાગૈતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસનનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે.
ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે. અમૃત મહોત્સવમાં પ્રવાસન પ્રવૃત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર કરવાનું સર્વોત્તમ ક્ષેત્ર ડાયનાસોર મ્યુઝિયમ ફેઇઝ-ર પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપીને રાજ્યમાં ટુરિઝમ સેક્ટરનો અમૃતકાળ લાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે મહીસાગર જીલ્લાના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- ૨ ના લોકાર્પણ પ્રસંગે મુખ્યંત્રી તથા મહાનુભાવોએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ ૫-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, ૩-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઊભા થયા છે, રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મૂલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે.
મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આજે રીલીજીયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વડાપ્રધાનની પ્રેરણાથી પ્રવાસન સર્કીટ વિકસાવીને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મહાકાલી ધામ પાવાગઢ, રતનમહાલ રીંછ અભ્યારણ્ય અને રૈયોલી ડાયનાસોર મ્યૂઝિયમને ટુરિઝમ સરકિટમાં સમાવી રિલિજયસ ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, પ્રાગૈતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસન ચારેયનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે.












Click it and Unblock the Notifications
