મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18માં GIHED પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 18 માં GIHED પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે હતું કે, દેશ વારસાની જાળવણી અને સમયસર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
સીએમએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વાતાવરણની તુલના ભગવાન રામના લંકાથી અયોધ્યામાં આગમન સમયે થયેલી ઉલ્લાસપૂર્ણ ઉજવણી સાથે કરી હતી.

અહીં તેમણે યોજાવા જઈ રહેલા વાઇબ્રન્ટ સમિટ 2024 ને કહ્યું કે, તેણે ગુજરાતમાં આધુનિક વિકાસના ગતિશીલ વાતાવરણને પ્રોત્સાહન આપ્યું છે. વિવિદ યોજનાઓ દેશમાં પહોંચી રહી છે, જે રાષ્ટ્રના વિકાસને અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ તરફ આગળ ધપાવે છે.
તેમણે કહ્યું કે, લોકો અમેરિકાના વિકાસના ઉદાહરણો ટાંકતા હતા પરંતુ હવે ભારતમાં વિકાસને અન્ય લોકો માટે રોલ મોડેલ તરીકે દર્શાવવામાં આવે છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાને ગ્રીન એન્વાયર્નમેન્ટનો ખ્યાલ રજૂ કર્યો છે અને નેટ ઝીરો તરફ આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. જો આપણે બધા સામૂહિક રીતે તે દિશામાં પ્રયત્ન કરીશું તો જ આ પ્રાપ્ત કરી શકાશે.
CSR ના સંદર્ભમાં CREDAI દ્વારા કરાયેલા એમઓયુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સામૂહિક રીતે આવી ઉદાર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી આપણે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી શકીએ છીએ.
વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા એક ભારત-શ્રેષ્ઠ ભારત ના મંત્રને હાંસલ કરવા સાથે તેમણે દેશના વિકાસ તરફ આગળ વધવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. જ્યારે સામાજિક સંસ્થાઓ, એનજીઓ, વેપારી સંગઠનો અને સરકાર માનવતાવાદી પ્રવૃત્તિઓમાં સહયોગ કરે છે ત્યારે વિકાસની ગતિ ઝડપી બને છે. આ અવસરે CREDAIએ તેમની 25 વર્ષની ઉજવણીની સ્મૃતિમાં કરવામાં આવેલા પાંચ ઠરાવોને પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું.












Click it and Unblock the Notifications
