For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ રથયાત્રાનું CM ડેશબોર્ડના માધ્યમથી કર્યું નિરિક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેvલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ CM ડેશબોર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ CM ડેશબોર્ડના માધ્યમથી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદવિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું.

CM ડેશબોર્ડની વીડિયો વોલ પર કર્યું મોનિટરિંગ

CM ડેશબોર્ડની વીડિયો વોલ પર કર્યું મોનિટરિંગ

જે બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને તેમણે CM ડેશબોર્ડની વીડિયો વોલ પર આ યાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગરસપૂર્વક નિહાળ્યું હતું.

ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી

ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી

ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલીસ પેટ્રોલિંગ,બંદોબસ્તની ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી હતી.

પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીના ઉપયોગનો પ્રયોગ

પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીના ઉપયોગનો પ્રયોગ

આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનોજે સફળ પ્રયોગ કર્યો છે, તે પણ મુખ્યમંત્રીશ્રીએ ઊંડાણપૂર્વક જોયો હતો.હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણેસરાહના કરી હતી.

2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ છે પોલીસ જવાનો

2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ છે પોલીસ જવાનો

ગુજરાત પોલીસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તૈનાત છે, તેમને પણ પહેલીવાર2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે, તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

100 થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવાયા

100 થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવાયા

અમદાવાદ શહેર પોલીસ અને મહાનગરપાલિકા બેય દ્વારા 100 થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની ખબરરાખવામાં આવી રહી છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી આ પ્રસંગે જાણી હતી.

યાત્રામાં શામેલ વાહનોનું જીપીએસ સિસ્ટમથી થઇ રહ્યું છે RTM

યાત્રામાં શામેલ વાહનોનું જીપીએસ સિસ્ટમથી થઇ રહ્યું છે RTM

તેમણે આ વર્ષની રથયાત્રામાં અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જીપીએસસિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વીડિયો વોલ પર જોયુ હતું.

રથયાત્રા પર નજર રાખવા આટલા પ્રકારના કેમેરાનો ઉપયોગ

રથયાત્રા પર નજર રાખવા આટલા પ્રકારના કેમેરાનો ઉપયોગ

સમગ્ર યાત્રાનું 46 ફિક્સ્ડ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા અને હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરાથી જે સતતમોનિટરિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

ડાકોર અને મહેમદાવાદની રથયાત્રા પર પણ નજર કરી

ડાકોર અને મહેમદાવાદની રથયાત્રા પર પણ નજર કરી

મુખ્યમંત્રીએ અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે, તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સીએમડેશબોર્ડ પરથી નિહાળ્યું હતું.

આ અધિકારી અને પદાધિકારીઓ નિરિક્ષણમાં જોડાયા

આ અધિકારી અને પદાધિકારીઓ નિરિક્ષણમાં જોડાયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર તેમજ પોલિસ મહાનિદેશક આશિષ ભાટિયા પણ આ નિરિક્ષણમાં જોડાયા હતા.

યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું

યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું

મુખ્યમંત્રીએ રથયાત્રાના માર્ગમાં આવતા ધાબા પોઇન્ટ, વ્યુહાત્મક પોલીસ પોઇન્ટ અને બંદોબસ્તમાં જોડાયેલા કર્મિઓ-અધિકારીઓનેમોબાઇલ વોટ્સએપથી જોડીને યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું છે તેમજ વી.એચ.એફ. વોકિ ટોકીથી 16 ચેનલ પરસંદેશા વ્યવહાર પદ્ધતિ આ વર્ષે ગોઠવવામાં આવી છે, તેની વિગતો જાણી હતી.

ભૂપેન્દ્ર પટેલે સંતોષ વ્યક્ત કર્યો

ભૂપેન્દ્ર પટેલે સંતોષ વ્યક્ત કર્યો

ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતો માટે ભોજન-પ્રસાદ, પાણી, પ્રાથમિક સારવાર વગેરેની જે સુવિધા કરવામાંઆવી છે, તે અંગેની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

English summary
Chief Minister Bhupendra Patel inspects Jagannath Rathyatra through CM Dashboard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X