મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હની પહેલી મુલાકાત, પીએમ, રાષ્ટ્રપતિ સહિતના નેતા સાથે કરી મુલાકાત
ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના બીજી વાર પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હીની મુલાકાતે હતા જ્યાં તેમના મુખ્યમંત્રીએ આ દરમ્યાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા સૌજ્ન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિવાય રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ ધનખડની પણ મુલાકાત લીધી હતી. આ તમામ નેતાઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલને ભવ્ય જીત બદલ શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો કાર્યભાર બીજીવાર સંભાળ્યા પછીના તેમના નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસ દરમ્યાન, આ સિવાય તેમના દવારા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા મંત્રી રાજનાથસિંહે તાજેતરની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.












Click it and Unblock the Notifications
