For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવા બે બે દિવસના દિલ્હી પ્રવાસે

મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ માટે દિલ્હીના પ્રવાસે જવાના હોવાથી કાર્યકર્તાઓ અને મુલાકાતીઓને ગાંધીનગર ખાતે મળી શક્શે નહી. ભાજપના રાષ્ટ્રીય કારોબારીમાં દિલ્હીમાં હાજરી આપશે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ સોમવાર,16 જાન્યુઆરીથી દિલ્હીમાં બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે. મુખ્યમંત્રી આ બે દિવસો દરમ્યાન એટલેકે,સોમવાર,16 જાન્યુઆરી અને મંગળવારે 17 જાન્યુઆરીએ ધારાસભ્યો,સાંસદઓ, પદાધિકારીઓ કે પ્રજાજનોને ગાંધીનગરમાં મળી શકશે નહીં.

Bhupendra patel

દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે જેમા ભાજપ શાસિત રાજ્યોના મુખ્મમંત્રી સહિત પ્રદેશ ભાજપના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારમાં પ્રધાનમત્રી મોદી અમિત શાહની હાજરીમા અને જે.પી. નડ્ડાની ઉધ્યક્ષતામાં યોજાશે. આ કારોબારીમાં સમગ્રે દેશમાથી ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આગામા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે તેને ધ્યાનમાં રાખીને ભાજપના વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાર્યકાળ વધારવામા આવશે. તો દેશમાં વર્તમાન પરિસ્થિતિને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે આ વર્ષે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઇેન પણ ચર્ચા કરવામાં આવશે.

કોગ્રેસની પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કન્યામારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભારત જી20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે. તેને લઇેન પણ બેઠકમાં ચર્ચા કવરામાં આવશે.

English summary
Chief Minister Bhupendra Patel on a two-day visit to Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X