મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોરના પ્રવાસે, માઇક્રોન પ્લાન્ટની મુલાકાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે માઇક્રોનના સિંગાપોર સ્થિત એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે શનિવારે સવારે આ પ્લાન્ટમાં પહોંચ્યા હતા અને પ્લાન્ટ વિઝીટ કરી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની સમજ આપી હતી.

માઈક્રોન દ્વારા ગુજરાતના સાણંદમાં જે સેમિકંન્ડકટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તેના સંદર્ભમાં પણ વરિષ્ઠ અધિકારીઓએ મુખ્યમંત્રીને અને ગુજરાત ડેલિગેશનને વિગતો આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાં એકમાત્ર ગુજરાતે પોતાની અલાયદી સેમિકંન્ડક્ટર પોલિસી બનાવી છે તેની વિગતો આ સિંગાપોર પ્લાન્ટ મુલાકાત દરમિયાનની વાતચીતમાં આપી હતી.
એ પણ જાણવુ જરૂરી છે કે, સેમિકંન્ડક્ટર સહિત ગ્રીન હાઈડ્રોજન, ઇ-મોબિલિટી જેવા ઉભરતા સેક્ટર્સ પર વિશેષ ઝોક સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે તે સંદર્ભમાં માઇક્રોન એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનની આ મુલાકાત ઉપયુક્ત બનશે.
મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર અને ગુજરાત ડેલીગેશનના સભ્યો આ પ્લાન્ટ મુલાકાતમાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
