અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ

ભારત જ્યારે સમગ્ર વિશ્વનું G20 ના માધ્યથી પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહી જાયે તેના ભાગ રૂપે અમદાવદમાં અર્બન 20 નું આયોજન કરવામાં આવ્યુ છે જેમા અણદાવાદમાં તેને લઇને તૈયારી કરવામા આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે

Bhupendra patel
.
વિઝનરી ગ્લોબલ લીડર અને ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરીજીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી સંદેશ પાઠવ્યો હતો મુખ્યમંત્રીએ G-20નું યજમાન પદ વડાપ્રધાનના પ્રયત્નોથી ભારતને મળ્યું છે તેનો હર્ષ વ્યકત કરતાં ઉમેર્યુ કે, G-20 સમિટની વિવિધ ૧પ જેટલી સમિટ ગુજરાતમાં પણ યોજાવાની છે

વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય'ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાનએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું
.
તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે આ સંદર્ભમાં અમદાવાદમાં યોજાનારી U-20 સાયકલ વધુ પ્રસ્તુત બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો

મુખ્યમંત્રીએ કહ્યું કે, આવનારા સમયમાં શહેરી જનસંખ્યા વધતી જશે અને શહેરીકરણ વ્યાપક ફલક પર વિકસશે તેને ધ્યાનમાં રાખીને શહેરી ભવિષ્ય તથા જનસુખાકારીને વધુ સુવિધાપૂર્ણ-બહેતર બનાવવા આવી અર્બન સમિટની ચર્ચાઓ, બેસ્ટ પ્રેક્ટીસના આપસી આદાન-પ્રદાન અને એક્સપીરીયન્સ શેરિંગ મહત્વપૂર્ણ બની રહેશે
.
વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન એમ બેય ક્ષેત્રે શહેરી વિકાસ અને મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય છે તે આ સમિટમાં G-20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઊજાગર કરવાની નેમ પણ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી
.
ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે*. *સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 20ર૩ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જુલાઇ- ૨૦ર૩માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે. G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે
. '
વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર'ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે.

આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે*
.
આ પ્રસંગે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ વિડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે, અમદાવાદ ભારતનું આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે

.અર્બન-૨૦ સમિટની છઠ્ઠી સાઈકલની ચેરની યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા વિશે આ બેઠકમાં આગવું વિચાર-મંથન થશે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી માટે દેશનો શહેરી વિકાસ એ પ્રાથમિકતા છે. પાછલાં વર્ષોમાં ભારત સરકારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરોમાં પાણી, સેનિટેશન, આવાસ અને જાહેર પરિવહનને લગતી વિવિધ યોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે, શહેરો દુનિયાના ઈકોનોમિક ગ્રોથ માટેના પાવર હાઉસ છે. વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા છે. શહેરો વૈશ્વિક વ્યાપાર અને મૂડીરોકાણને આકર્ષે છે. દુનિયાની ૫૦ ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે*
.
ભારતમાં પણ શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આથી G-20 અંતર્ગત U-20નું આયોજન શહેરી વિકાસ ક્ષેત્રે નવું શિખવાનું અને ભારતની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું માધ્યમ બની રહેશે
.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી હતી. તેમણે કહ્યું કે, અર્બન-20 ચેરનું યજમાન બની અમદાવાદ હવે બ્યુનોસ આર્સ, રોમ, મિલાન, જકાર્તા, ટોક્યો, વેસ્ટ જાવા અને રિયાધ જેવા શહેરોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિને અમદાવાદને 'મક્કા ઓફ કલ્ચરલ ટુરિઝમ' કહ્યું છે અને વિશ્વના ૫૦ એક્સ્ટ્રા ઓર્ડીનરી ડેસ્ટીનેશન્સની સુચીમાં સ્થાન આપ્યું છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે G-20ની અધ્યક્ષતા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત U-20ની અધ્યક્ષતા માટે અમદાવાદની પસંદગી કરવા માટે વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. U-20નાં આયોજનોના સફળ સંચાલન-અમલીકરણ માટે અમદાવાદને સૌનો સહયોગ મળશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી*.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X