CM ભુપેન્દ્ર પટેલે દ્વારકામાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં હાજરી આપી બહુજન સુખાય માટે પ્રાથના કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારકામાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં આહુતી આપી હતી. અહીં તેમણે બહુજન સુખાય બહુ જન હિતાયની વાત કરી હતી.

દ્વારકા : દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજર રહીને આહુતી આપી હતી.
અહીં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રાખી છે. આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે તેમાં પણ બહુજન સુખાય બહુ જન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે. સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, આત્મા નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
કાર્યક્રમમાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
