CMએ વન વિભાગની વિવિધ યોજનાકીય લાભોનું કર્યું વિતરણ
Van Setu Chetna Yatra: નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માલકી યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના વઘઈ રેન્જમાં લાભાર્થી લક્ષ્મણભાઈ મલુગામ ગાવિત-જામલાપાડાને રૂપિયા 1022857, ચીખલી રેન્જમાંથી અર્જુનભાઈ ચીમનભાઈ પાલવા- ગુંદવહળ જેમને રૂપિયા 836869 તથા વઘઈ શરૂબેન બનસ્યાભાઈ પવાર-ઉગાચિચપાડા જેમને રૂપિયા 456956 ના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

વન લક્ષ્મી યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના ચીચીનાગાંવઠા રેન્જમાં લાભાર્થી સુંદરબેન જીવલભાઈ ચૌધરી પીંપરી વન વિકાસ સહભાગી મંડળી લી. રૂપિયા 1928559 તથા ગલકુંડ રેન્જમાં બાડુભાઈ ઝીપરભાઈ વાડુ વિહિરઆંબા વન વિકાસ સહભાગી મંડળી લી. રૂપિયા 1170058ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના વઘઇ રેન્જમાં લાભાર્થી આનંદીબેન દેવસીંગભાઈ બાગુલ પ્રધાનમંત્રી વન ધન વિકાસ કેન્દ્ર વધઈ જેમને મીની ઓઈલ મેકર મશીન તથા ઉત્તર ડાંગ વિભાગ કાલીબેલ રેન્જમાંથી રક્ષુબેન મહેશભાઈ બાગુલ પ્રધાનમંત્રી વના ધન વિકાસ કેન્દ્ર કાલીબેલ જેમને મશરૂમ ગ્રાઈડર મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
