સોમનાથ જિલ્લાની વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ડાભોર-વેરાવળ રોડ પર જિલ્લાની નવનિર્મિત વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી એ તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર અભિયાન ચલાવી રહી છે તેના સંદર્ભમાં કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતીને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને આ અભિયાનમાં લાખો ખેડૂતો જોડાઈ રહ્યા છે.

રાજપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

bhupendra patel somnath

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ હેઠળ 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ' થકી છેવાડાના માનવીને પણ મુખ્યધારામાં કેવી રીતે લાવી શકાય એવા કામ થઈ રહ્યા છે. રાજ્યમાં આરોગ્યલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વેરાવળ નજીક ગ્રામ્યસ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાથી સામાન્ય જનતાને પણ સ્વાસ્થ્યની સુરક્ષા ઉપલબ્ધ થશે અને આવા સેવાકાર્યની સુવાસ ફેલાતી રહેશે તેમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

જનભાગીદારીની અગત્યતાને સ્પષ્ટ કરતા મુખ્યમંત્રી એ કહ્યું કે, એનજીઓ અને અન્ય સંસ્થાઓ જ્યારે સરકારનો સાથ આપે છે ત્યારે એનર્જી બમણી થઈ જાય છે. આ જ રીતે રાજ્યને વિકસીત ગુજરાત બનાવવામાં બધાનો પણ સિંહફાળો નોંધાવીએ એવી અભ્યર્થના સાથે હોસ્પિટલ ખાતે સેવા ભાવનાથી આરોગ્ય સેવાના આયોજનને આવકાર્યું હતું. આ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત સહિત વિવિધ યોજનાઓને પણ આયોજકો દ્વારા આવરી લેવામાં આવી છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X