32 કરોડના ખર્ચે ૪ સબ સ્ટેશનના ઝઘડિયાથી મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે તા. ૨૬મી જૂને રાજ્યના અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા ૬૬ કે.વી. ક્ષમતાના ૪ વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી કર્યુ હતુ. તમજ .ભરૂચના વાલિયામાં ૭.૬૨ કરોડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે તા. ૨૬મી જૂને રાજ્યના અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા ૬૬ કે.વી. ક્ષમતાના ૪ વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી કર્યુ હતુ. તમજ .ભરૂચના વાલિયામાં ૭.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કર્યુ હતુ.

આ સબસ્ટેશન કુલ રૂા. ૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે અને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ૪૫ ગામોના કુલ ૨૪ હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પણ ગુણવત્તા યુક્ત વીજ પૂરવઠો આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સાથે પાછલા ૨૦ દિવસમાં રાજ્યમાં નવા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ જિલ્લામાં હાલ ૮૫, ભરૂચમાં ૬૨ અને સાબરકાંઠામાં ૫૯ વીજ સબસ્ટેશન કાર્યરત છે. આવનારા બે વર્ષોમાં આ ત્રણેય જિલ્લામાં કુલ મળીને ૩૯ નવા સબસ્ટેશન નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ૨૦ દિવસમા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સરકારે કર્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આદિવાસી વિસ્તારોમાં પાછલા બે દસકામાં ૨૭૭ નવા વીજ સબસ્ટેશનો ઊભા કર્યા છે.
૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સબસ્ટેશનોથી અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, ભરૂચના ઝઘડીયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ૪૫ ગામોના કુલ ૨૨૫૦૧ વીજગ્રાહકો અને ૧૧૧૬ ખેતીવાડી ગ્રાહકો મળી કુલ ૨૩,૬૧૭ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. જયારે ભરૂચના વાલીયા તાલુકામાં રૂ.૮ કરોડના ખર્ચે કોંઢ સબસ્ટેશન સાકાર થશે, જેના કારણે આસપાસના ૧૦ કિમિ વિસ્તારના ૯ ગામોના ૨૦૦૦ વીજ ગ્રાહકોને વીજ સુવિધા મળશે.












Click it and Unblock the Notifications
