CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું

Gujarat News: ગુના બનાવ કે અકસ્માત સમયે સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં ઉપયોગી સાયન્ટિફિક ઓફિસર સાથેની 28 જેટલી નવી મોબાઈલ ફોરેન્સિક વાનને આજથી સેવારત કરાઈ છે. આજે ગંધીનગર ખાતેથી CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં આ વેનનું લોકાર્પણ કરાયું છે.

Gujarat News

Gandhinagar News: ગુના બનાવ કે અકસ્માત સ્થળે પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં ઉપયોગી બનેવી સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનનું આજે CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ કર્યું છે. એટલે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 28 જેટલી નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન આજથી સેવારત થશે.

નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને હવે 75 થશે

આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુન્હામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે. ગુન્હા બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની બની રહે છે. રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે. હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને હવે 75 થશે.

ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એન.ડી.પી.એસના તાત્કાલિક સ્થળ પર જ નિરીક્ષણ, ડી.એન.એ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય, કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના એટેક થયા હોય એમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે. આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે.

આ મોબાઇલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે

ઉલ્લેખનીય છે કે, આ 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાન કેન્દ્ર અને રાજ્યના સરકારના અનુદાનમાંથી ફાળવવામાં આવી છે. અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની આ ફોરેન્સિક વાન જિલ્લા-શહેરોમાં હાલમાં કાર્યરત ફોરેન્સિક નિષ્ણાતોના મંતવ્ય-અભિપ્રાયના આધારે સજ્જ બનાવવામાં આવી છે. આ મોબાઇલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની ઝડપી, અને અસરકારક તપાસ શક્ય બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X