For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીએ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના 192 કરોડ રૂપિયાનાં કામો કર્યા મંજૂર

રાજ્ય સરકાર દ્વારા નગરીકોને પીવાના પાણીની કોઇ સમસ્યા ના રહે તેમજ જગતના તાતને સિચઇ માટે પાણી મળી રહે તેમજ પશુઓ પણ તરસ્યા ના રહે તે માટે સુજલમ સફલમ યોજના અંતર્ગત કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મ

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા નગરીકોને પીવાના પાણીની કોઇ સમસ્યા ના રહે તેમજ જગતના તાતને સિચઇ માટે પાણી મળી રહે તેમજ પશુઓ પણ તરસ્યા ના રહે તે માટે સુજલમ સફલમ યોજના અંતર્ગત કસરા દાંતીવાડા પાઇપલાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સુંચાઇ અને પીવાનું પાણી મળી રહશે.

Bhupendra Patel

પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ જનતાની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે, નર્મદાના નહેર માર્ફતે તેમના તળાવોને ભરવામાં આવે જનતા જનાર્દનની લોકલાગણી અને માગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે

નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે કસરા-દાંતીવાડા ૭૭ કિલોમીટર લંબાઈની પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી ૩૦૦ ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના ૪ તાલુકાના ૭૩ ગામોનાં ૧૫૬ તળાવો નર્મદાજળથી ભરાશે

પાટણ જિલ્લાના બે તાલુકાના ૩૩ ગામોનાં ૯૬ તળાવો ભરવામાં આવશે. આ તળાવો નર્મદાજળથી ભરવામાં આવતાં આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. ૩૦ હજારથી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે, પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.

જિલ્લાના અંતરિયાળ ગામોની પીવાના પાણી, સિંચાઈની સમસ્યાનો ઉકેલ આવતાં વિશ્વસનીય જળસ્રોત આ વિસ્તારને મળશે. ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના રૂપિયા ૧૯૨ કરોડના કામોને પણ મંજૂરી આપી છે

૩૩ કિલોમીટર લંબાઈની આ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા ૧૦૦ ક્યુસેક પાણી વહન કરાશે. નર્મદાનું આ પાણી મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે. જેથી લાંબા સમયથી સૂકા રહેલા જળાશયમાં પાણી મળશે.

બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની ૨૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઈનો લાભ અપાશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન યોજનાનો લાભ વડગામ તાલુકાનાં ૨૪ ગામોનાં ૩૩ તળાવો તેમ જ પાટણ અને સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોનાં ૯ તળાવોને મળતો થશે

રાજ્ય સરકાર દ્વારા આ કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવતા હવે યોજનાકીય કામોને વેગ મળશે તેમજ જનહિતકારી અભિગમથી રાજ્યમાં સૌથી વધુ પશુધન દરાવતા બનાસકાંઠામાં પીવાના તેમ જ સિંચાઇ માટેના પાણીની ચિંતાનો ઉકેલ આવી જશે.

English summary
Dindrol-Mukteshwar pipeline works worth Rs 15 crore have been sanctioned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X