CMના હસ્તે સુરેન્દ્રનગર ખાતે કરાયું ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ 2022નું ઉદ્ઘાટન

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાની ગુરૂવારના રોજ પ્રવાસે આવ્યા છે. CM ભુપેન્દ્ર પટેલ છેલ્લા દસ દિવસમાં બીજીવાર ઝાલાવાડની મુલાકાતે આવ્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાની ગુરૂવારના રોજ પ્રવાસે આવ્યા છે. CM ભુપેન્દ્ર પટેલ છેલ્લા દસ દિવસમાં બીજીવાર ઝાલાવાડની મુલાકાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ 2022નો પ્રારંભ કરાયો છે. આવા સંજોગોમાં આ બિઝનેસ કોન્વેવનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ 2022

સુરેન્દ્રનગર શહેરમાં આવેલા આનંદ ભવન ખાતે સવારે 9 કલાકે CM ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 2022 બિઝનેસ કન્વેવનું સફળ આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બિઝનેસમેન સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને ઝાલાવાડના બિઝનેસમેન સાથે ચર્ચા વિચારણા કરશે. આ સાથે બિઝનેસનો કેવી રીતે ધંધાકીય વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયો છે.

આ બિઝનેસ કોન્વેવનું આયોજન ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. ઝાલાવાડના બિઝનેસમેન સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બની છે. ઝાલાવાડનું નામ આગળ વધારે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઝાલાવાડના બિઝનેસમેનને કંઈક નવીન શીખવા મળે એ માટે બહારથી પણ બિઝનેસમેન આ બિઝનેસ કોન્વેવમાં જોડાશે.

સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતેથી 2022 બિઝનેસ કન્વેવની શરૂઆત કરાશે, આવા સમયે ત્રણ દિવસ નાઈટ કાર્યક્રમોમાં ગુજરાતના સારા સારા કલાકારો ડાયરો કરશે. જેમાં ઓસમાન મીર, મુખ્તાર શાહ અને દેવાયત ખવડ હાજરી આપશે. આ શરૂ થતા 2022 બિઝનેસ કન્વેવમાં ઝાલાવાડની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજી પટેલ, સાંસદ મહેન્દ્ર મુંજપરા તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા તેમજ પુર્વ મંત્રી આઇ. કે. જાડેજા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને મુખ્યમંત્રીને આવકારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડનો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ ઝાલાવાડનું નામ મોખરે સ્થાન પર રહે તેવી શુભકામનાઓ આપું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X