મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું રિયલ ટાઇમ મોનિટરીગની કર્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ની ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્ય મંત્રી નિવાસ સ્થાનેથી સી .એમ. ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રા ના માર્ગ નું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆત ના રૂટ નું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

ખાસ કરીને ભગવાન ના મુખ્ય રથનો માર્ગ તેમજ યાત્રામા જોડાયેલા પદયાત્રીઓની બારીકાઇ થી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામા આવેલા સલામતી સુરક્ષા ના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવપૂર્વકની જાણકારી મેળવી હતી.
આ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર , મુખ્યમંત્રી ના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અધિકારીઓ પણ આ નિરીક્ષણ માં જોડાયા હતા.
આ રથયાત્રા નું સમગ્ર દિવસ દરમ્યાન મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી એમ ડેશ બોર્ડ દ્વારા અમદાવાદ શહેર પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા રિયલ ટાઈમ મોનીટરીંગ કરવાની વ્યવસ્થા ગોઠવવા માં આવેલી છે.
આ ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રથયાત્રાની છેલ્લા માં છેલ્લી સ્થિતિ થી માહિતગાર રાખશે.












Click it and Unblock the Notifications
