• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અદકેરું ગૌરવ-સન્માનઃ 2014નો તાનારીરી એવોર્ડ ડો. પ્રભા અત્રેને

|

ગાંધીનગર, 3 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કલા-સાહિત્‍ય, સંગીત સંસ્કાર વારસાને યુગ યુગાંતર સુધી જનસહયોગથી સાચવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કલા-સંસ્કૃપતિના ક્ષેત્રની અત્યાર સુધી સેવાયેલી ભૂતકાળના શાસકોની ઉપેક્ષા સામે કલા પારખું કલામર્મજ્ઞ-વર્તમાન પધાનો અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કલા સાહિત્યભને પુરસ્કૃત કરવાના યોગ્યવ પ્લેઅટફોર્મ અને પોત્સાહન આપવાની શરૂ કરેલી પરંપરાની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ વડનગરની બે દિકરીઓ તાના-રીરીની સંગીત સાધનાને સન્માન આપી રાજ્ય સરકાર દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને અપાતા તાનારીરી એવોર્ડ અન્વયે ૨૦૧૪નો આ એવોર્ડ સ્વરયોગિની ડો.પ્રભા અત્રેને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખનો પુરસ્કાર,શાલ અને સન્માનપત્ર અર્પણ કર્યા હતા. આનંદીબેને વડનગરના પ્રાચીન,બૌધ્ધ અવશેષોથી શરૂ થયેલ વૈશ્વિક ગૌરવગાથાને તાનારીરી જેવી કલાધરિત્રી ભગીનીઓએ પેઢીઓ સુધી સાચવી અને વર્તમાન યુગમાં એ જ સંસ્કારયાત્રાને આ ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન યાત્રા સાથે વિકાસ યાત્રાનું વૈશ્વિક રૂપ આપ્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સંગીત મનને શાતા આપે છે તનને ડોલાવે છે તેની ભૂમિકા આપતાં સ્વચ્છતા સુંદરતાથી સમૃધ્ધિ માટે સ્વસ્થતાને આવશ્યક ગણાવતાં પ્રધાનમંત્રી પ્રેરીત "સ્વચ્છ ભારત", "સ્વચ્છ ગુજરાત" અભિયાનમાં દરેક નાગરિક તન,મન,ધનથી જોડાય અને ગુજરાતને સ્વચ્છ, સ્વસ્થ અને સમૃધ્ધ બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સંગીત કલા -સાધનાને પ્રોત્સાહિત કરવાની રાજ્ય શાસનની નેમ દર્શાવતાં સર્વાંગિ વિકાસને પ્રેરીત કરવા માટે વડાપ્રધાનના માર્ગદર્શનને વડનગર અને ગુજરાતનું ગૌરવ ઘરેણું ગણાવ્યા હતા.

2014નો તાનારીરી એવોર્ડ ડો. પ્રભા અત્રેને

2014નો તાનારીરી એવોર્ડ ડો. પ્રભા અત્રેને

યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રી નાનુભાઇ વાનાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે રાજ્યની આ સરકારે વિવિધ ક્ષેત્રોના વિકાસ સાથે સંગીત-સાહિત્ય અને કલાને પ્રોત્સાહન અને વિકાસ માટેની સંપુ્ર્ણ તકો પૂરી પાડી છે.

તાનારીરી સંગીત મહોત્સવ

તાનારીરી સંગીત મહોત્સવ

તાનારીરી સંગીત મહોત્સવ જેવા મહોત્સવો સાંસ્કૃતિક ઉત્સવો દ્વારા કલાકારો,સંગીતજ્ઞો સાહિત્ય કારોનું યથોચિત સન્માન કરવાનો અવસર છે તેમ તેમણે ઉમેર્યું હતું. વાનાણીએ તાના-રીરીએ જેમ મલ્હાર રાગથી તાનસેનને શાતા આપી હતી. તેવીજ રીતે વડનગરના સપુત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવા સો કરોડ દેશવાસીઓને સુશાસનથી શાતા આપી રહ્યા છે તેમ સૌને વડનગરની ધરા પર આવકારતાં જણાવ્યું હતું.

તાનારીરી એવોર્ડ

તાનારીરી એવોર્ડ

તાનારીરી એવોર્ડ ૨૦૧૪ પ્રાપ્ત કરનાર સ્વરયોગિની ડો.પ્રભા અત્રેએ સંગીતની ધરોહર ભૂમિ ઉપર આ સન્માનને જીવનનની અણમોલ ઘડી ગણાવી હતી.સંગીતની સાધના આત્મસાત કરનારી બે નાગર કન્યાઓના નામ સાથે જોડાયેલા આ પુરસ્કાર અને ગૌરવ પરંપરા બરકાર રહે તેવી શુભકામના તેમણે પાઠવી હતી.

સરસ્વતી આરાધના

સરસ્વતી આરાધના

પ્રારંભમાં યુવક સેવા સચિવ ભાગ્યેશ જ્હાએ સ્વરયોગિની ડો.પ્રભા અત્રેને અર્પણ થનાર સન્માન પત્રનું વાંચન કર્યું હતું. આ સમારોહમાં ડો.તેજલ પાઠકે સરસ્વતી આરાધના રજુ કરી હતી

શાસ્ત્રીય સંગીતમાં નવતર પ્રયોગ

શાસ્ત્રીય સંગીતમાં નવતર પ્રયોગ

આ ઉપરાંત ડો.પ્રભા અત્રે દ્વારા રાગ શામ કલ્યાણ રજુ કરાયો હતો., અંત સ્વરના જાનકી મીઠાઇવાલા દ્વારા મલ્હાર રાગના વિવિધ પ્રકારો રજુ કર્યા હતા. સપ્તક સંસ્થાના કલાકારો દ્વારા સાત સિતાર,સાત શાસ્ત્રીય ગાયનની જુગલબંઘી થકી શાસ્ત્રીય સંગીતમાં નવતર પ્રયોગ કર્યો હતો.

વિવિધ રાગ રજુ કરી લોકોને મંત્રમોહિત કર્યા

વિવિધ રાગ રજુ કરી લોકોને મંત્રમોહિત કર્યા

આ પ્રંસગે કલાકારોનું સન્માન મુખ્યમંત્રી તેમજ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાસ્ત્રીય સંગીત કલાકારોએ વિવિધ રાગ રજુ કરી લોકોને મંત્રમોહિત કર્યા હતા.

લોકોને મંત્રમોહિત કર્યા

લોકોને મંત્રમોહિત કર્યા

આ પ્રંસગે કલાકારોનું સન્માન મુખ્યમંત્રી તેમજ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાસ્ત્રીય સંગીત કલાકારોએ વિવિધ રાગ રજુ કરી લોકોને મંત્રમોહિત કર્યા હતા.

પાંચ લાખનો પુરસ્કાર,શાલ અને સન્માનપત્ર અર્પણ

પાંચ લાખનો પુરસ્કાર,શાલ અને સન્માનપત્ર અર્પણ

મુખ્યમંત્રીએ વડનગરની બે દિકરીઓ તાના-રીરીની સંગીત સાધનાને સન્માન આપી રાજ્ય સરકાર દ્વારા સિધ્ધહસ્ત કલાકારોને અપાતા તાનારીરી એવોર્ડ અન્વયે ૨૦૧૪નો આ એવોર્ડ સ્વરયોગિની ડો.પ્રભા અત્રેને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખનો પુરસ્કાર,શાલ અને સન્માનપત્ર અર્પણ કર્યા હતા.

More gujarat NewsView All

English summary
The Chief Minister presented the 'Tana-Riri Award-2014' to noted singer Prabha Aatre on the occasion.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more