For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSF દ્વારા યોજવામાં આવેલી સાયક્લોથોનને CMએ આપી લીલી ઝંડી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીએસએફ અને ગુજરાત પ્રવાસન દ્વારા યોજવામાં આવેલી સાયક્લોથોનની આપી લીલી ઝંડી.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

બી.એસ.એફ દ્વારા ગાંધીનગર થી નડાબેટ સુધી યોજાયેલી સાયક્લોથોનનો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. કુલ 275 કિલોમીટર અંતર આ સાયક્લોથોનનું અંતર જવાનો ત્રણ દિવસમાં કાપશે. નોંધનીય છે કે આ સાયક્લોથોનમાં સીમા સુરક્ષા દળના 16 કર્મચારી અધિકારીઓ, 44 બી.એસ.એફ અને અન્ય જવાનો તેમજ ત્રણ મહિલા સહિત 63 સાયકલ સવારો ભાગ લઇ રહ્યા છે.

Cyclothon

નડાબેટ ખાતે બી.એસ.એફ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયેલા સીમા દર્શન કાર્યક્રમને પ્રોત્સાહન આપવા બી.એસ.એફ આઇજી અજય કુમાર તોમર અને તેમના પત્ની શિક્ષણ વિભાગ ના અગ્ર સચિવ સુનયના તોમર, તથા એરમાર્શલ હરપાલસિંહના પત્ની નિરઝા હરપાલસિંહ,મુખ્ય મંત્રીના પુત્ર ઋષભ રૂપાણી પણ આ સાયક્લોથોનમાં જોડાયા છે. ત્યારે આ સાયકલોથોનના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય મંત્રી ઉપરાંત,મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આત્મારામ પરમાર અને નાનુભાઈ વાનાણી તેમજ ક્રિકેટર પાર્થિવ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Cyclothon
English summary
CM Vijay Rupani flagged of Seema Darshan cyclothon . This Cyclothon is , the joint effort of BSF and Gujarat Tourism. The route of this cyclothon is from Gandhinagar to Nadabet in Banaskantha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X