એમઆઇએમના ધારાસભ્ય ઔવેસી વિરુદ્ધ વડોદરામાં ફરિયાદ

akbaruddin-owaisi
વડોદરા, 5 જાન્યુઆરીઃ હૈદરાબાદના અદિલાબાદમાં એક સમુદાય સામે ભડકાઉ ભાષણ કરવા બદલ હૈદરાબાદના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીની સામે વડોદરામાં ફરિયાદ કરવામા આવી છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ કલમ 202 હેઠળ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, હૈદરાબાદના અદિલાબાદમાં એક સમુદાય સામે ભડકાઉ ભાષણ કરવા બદલ આરોપી વિધાયક અકબરુદ્દીન ઓવૈસીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ધારા 153 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. તેઓ હાલ લંડનમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશની પાર્ટી એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ અદીલાબાદના એક વિસ્તારમાં એક જનસભાને સંબોધતાં કરતાં કહ્યું કે હિંદુઓ અને મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડનાર ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખરું-ખોટું સંભળાવી દિધું. તેમને કહ્યું હતું કે 'આવા કેટલાય મોદી આવ્યાને ચાલ્યા ગયા'. આજે લોકો કહી રહ્યાં છે કે મોદી ગુજરાત જીતી લીધું, વજીર-એ-આઝમ બની જશે. જોઇએ કેવી રીતે બને છે. લોકો મુસલમાનોને ડરાવી રહ્યાં છે, અરે ,મોદી છે, મોદી છે. કેવો મોદી, ક્યાંનો મોદી. એક વખત હૈદ્રાબાદ આવી જાય તો બતાવી દઇશું.

ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે ''તસ્લીમા નસરીન આવી, ક્યાં છે. કોઇને ખબર નથી. અરે હિન્દુસ્તાન, હિન્દુસ્તાનમાં અમે 25 કરોડ અને તમે 100 કરોડ છો, તમે તો અમારા કરતા વધારે છો. 15 મિનિટ માટે પોલીસને હટાવી દો. બતાવી દઇશુ કે કોનામાં કેટલી હિંમત છે. સો શું, હજાર શું, કરોડ નામર્દ મળીને પ્રયત્નો કરી લે તો પણ એક મર્દ પેદા કરી ના શકે. આ લોકો અમારી સાથે મુકાબલો કરી ન શકે. જ્યારે મુસલમાનો ભારે પડવા લાગે છે તો આ નામર્દોની ફોજ આવી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X