હાર્દિક પટેલ સામે ચૂંટણી અધિકારીએ કરી ફરિયાદ, કારણ રાજકોટ

Posted By:
Subscribe to Oneindia News

ગત 29મી નવેમ્બરના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજકોટના નાના મૌવા સર્કલ પર ભવ્ય સભા યોજી હતા. અને આ દ્વારા તેણે પોલિટિકલ સ્ટંટ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે તેની તે સભા તો બહુ હીટ ગઇ પણ તે પછી હાલ આ સભાના કારણે જ તેની મુશ્કેલી વધી છે. રાજકોટ ખાતે હાર્દિક પટેલ મહાક્રાંતિ સભા યોજી હતી તે પર ચૂંટણી અધિકારીએ મંજૂરી આપી ના હોવા છતાં સભા યોજવા માટે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ હાર્દિક પટેલ સમતે તુષાર ગોવિંદ નંદાણી પર પણ કરવામાં આવી છે.

hardik patel

ફરિયાદમાં જણાવ્યા મુજબ નાના મૌવા સર્કલ પાસે આવેલા આરએમસી ગ્રાઉન્ડ પર તુષાર ગોવિંદ નંદાણીએ વોર્ડે નં : 8,9 અને 10માં રહેતા ભાઇ -બહેનોનું દિવાળી સ્નેહમિલન છે તેમ કહીં બુકિંગ કરાવ્યું હતું. પણ પાછળથી તેના બદલે મહાક્રાંતિ બેનર હેઠળ મંજૂરી વગરની ગેરકાયદેસર સભા યોજી છે. જેમાં ફરિયાદી તરીકે તુષાર નંદાણી અને હાર્દિક પટેલને આરોપી ગણાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જાહેર સભાના દિવસે પણ હાર્દિકે જાહેરમાં કબૂલ્યું હતું કે તેની આ સભાને મંજૂરી નથી મળી પણ તે હવે મંજૂરી લેવામાં નથી માનતા. જો કે આ ફરિયાદ નોંધાતા તેમની મુશ્કેલી વધી શકે છે.

English summary
Complaint filed by Election Officer in Rajkot against Hardik Patel after his Maha kranti Sabha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.