શારિરીક શોષણની ફરિયાદ થતા અમદાવાદ ઉદ્યોગ જગતમાં ખળભળાટ.

ઇવેન્ટ મેનેજનમેન્ટ સાથે જોડેલી એક યુવતીએ અમદાવાદના ઉદ્યોગ જગતના માંધાતા ગણાતા લોકો સામે શારિરીક શોષણની ફરિયાદ કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (એફઆઇએ) તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઇ)માં હોદ્દેદાર એવા ટોચના ઉદ્યોગપતિઓએ તેની સાથે જાતીય સતામણી (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ) કરી હોવાની ફરિયાદ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી આ યુવતીએ જણાવ્યું હતું કે તે જ્યારે એફઆઇએમાં નોકરી કરતી હતી. એ દરમિયાન જૂન 2015માં એફઆઇએના હોદ્દેદાર એવાં અરવિંદ જેઠાભાઈ ગજેરા, કનૈયા ત્રિકમલાલ પટેલ અને જીસીસીઆઇના હોદ્દેદાર કિરીટ હરગોવન પટેલે યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. સંસ્થા પાસેથી યુવતીને બાકી લેવાના નીકળતા લાખો રૂપિયા પણ હડપ કરી ગયા હોવાનો યુવતીએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

sexual harassment abad girl

યુવતીએ જણાવ્યુ હતું કે એ લોકોની અભદ્ર માંગણીઓથી કંટાળીને કાયદાનો સહારો લીધો છે. જોકે એલિસબ્રિજ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલાને એક અરજીનું રૂપ આપીને યુવતી સાથે જે સ્થળો પર આરોપીઓએ શોષણ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં તપાસ કરવાની વાત જણાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેને 35 લાખ જેટલી રકમ 3 આરોપી પાસેથી લેવાની છે પણ આરોપી તે ચાઉ કરી ગયા છે.

યુવતીએ જે લોકો સામે ફરિયાદ કરી છે તે મોટા માથા હોવાથી હાલમાં તે લોકોએ પોતાની વગનો પાવર વાપરીને પોલીસ સ્ટેશનને માત્ર અરજી લેવાનું દબાણ કર્યું હોવાનો પીડિત યુવતીનો આરોપ મૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X