યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસે શરૂ કરી બેરોજગારોની નોંધણી

Subscribe to Oneindia News

કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના રજીસ્ટ્રેશનની શરૂઆત કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે વડોદરાના ડભોઈથી કરાવી હતી. ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની નજર યુવા મતદારો પર છે. ચૂંટણીમાં અંદાજે 50 લાખ યુવા મતદાર મહત્વની ભૂમિકા ભજવશે.

congress

કોંગ્રેસ દ્વારા યુવા મતદારને સ્માર્ટ ફોન અને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તો ભાજપની રૂપાણી સરકાર દ્વારા નવા નોંધાયેલા મતદારોને પોતાની તરફ વાળવા માટે 3 લાખ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના 'અડીખમ ગુજરાત'ના યુવા ટાઉન હોલ કાર્યક્રમની સફળતા બાદ કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગાર આપવાના અધિકારની જાહેરાત ચૂંટણી ઢંઢેરા પહેલા જ કરવી પડી છે. જેમાં ગુજરાત કોંગ્રેસે બેરોજગાર યુવાનો માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારોને મહિને 4 હજાર રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા અને ધોરણ 12 પાસને 3 હજાર રૂપિયા રોજગારી ભથ્થુ તરીકે આપવામાં આવશે.

English summary
Gujarat Congress has started registering the unemployed youth to attract young voters

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.