ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રરંભ, રાજ્યપાલ કરશે સંબોધન
ભૂપેન્દ્ર પટેલ સરકારની આ બીજી ટર્મ છે. જેમા પચાસ ટકા ધારાસભ્યો એવા છે જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે તેમના માટે વિધાનસભા શરુઆતમાં પહેલા બે દિવસની કાર્યશળાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત વિધાનસભાની બજેટ સત્રનો આજથી પ્રંરભ થશે. આવતી કાલે નાણાં મંત્રી કનુ દેસાઇ ચુટાાયેલી સરકારનું પહેલુ બજેટ રજુ કરશે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ બીજી ટર્મ છે. જેમા પચાસ ટકા ધારાસભ્યો એવા છે જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે તેમના માટે વિધાનસભા શરુથતા પહેલા બે દિવસની કાર્યશળાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. સત્ર પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમા 25 દિવસની વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારી હતી.

વિધાનસભાના સત્ર પહેલા સરકાર દ્નાવા જાહેરાત કરવામાં આવી હતી કે, કોગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ નહી આપવામાં આવે. જેની છેલ્લા ઘમા સમયથઈ કોગ્રેસ દ્વારા રાહ જોવામાં આવતી હતી આખરે સરકાર આ પદ નહી આપવા નિર્ણય કર્યો છે. કોગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 17 જ બેઠકો મળી છે. વિરોધ પક્ષના નેતાના પદ માટે ઓછામાં ઓછઈ 19 બેઠકો પર જીત થયેલી હોવી ફરીજિયાત છે.
ગૃહનીમ ભાજપના 156 ધારસભ્યો છે તો વિપક્ષમાં કોગ્રેસના 17 અને આપના 5 ધારાસભ્યો છે જ્યારે 3 અપક્ષના ધારાસભ્યો છે. આ જોતા ભાજપને સૌથી વધારે બોલવાનો સમય મળશે. જ્યારે કોગ્રેસ સહિતના વિરોધ પક્ષને ઓછો સમય મળશે.
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધન કરશે. ત્યાર બાદ 24 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઇ પોતાનું બીજુ બજેટ રજુ કરશે 2023-24 ના બજેટનું કદ પહેલાની સરખામણીએ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવશે. જે અત્યાર સુધીના સૌથી મોટા બજેટ હોવાની શક્યાતા છે.
બજેટ સત્રમાં સરકાર ભરતી પરીક્ષામાં ફુટતા પેપરોને અટકાવા માટેનુ બિલ પણ લાવામાં આવશે. તો સાથે જ સ્ટેમ્પ ડ્યુટી નોધણીથી ધરમાં સુધારા વિધેયક, મેડિકલ યૂનિવર્સિટી સહિતના બીલ રજુ કરવામાં આવશે. કોગ્રેસ દ્વારા વધતા જતા તેલના ડબાના ભાવ, મોધવારી નર્મદા કેનાલ ભ્રષ્ટાચાર ખેડુતો સહિતના અનેક મુદ્દા પર ચર્ચાની માગ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
