CM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયકઃ કોંગ્રેસ પ્રવક્તાનું વિવાદિત નિવેદન
CM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયક
પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને સફળતા હાથ લાગી છે. હિંદીભાષી પટ્ટાના ત્રણ મોટાં રાજ્યોમાં ભાજપનો સફાયો થયો છે. ત્યારે, કૉંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રીની પસંદગી કરવા કવાયત હાથ ધરી છે. તે અંગે કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે મુખ્યપ્રધાનોની પસંદગી પ્રસૂતાની પીડા સાથે કરી છે. કૉંગ્રેસ પ્રવક્તાએ મુખ્યમંત્રીઓની પસંદગી અંગે ભાજપના આક્ષેપો પર વળતા પ્રહારો કર્યા હતા.

મોદી મેજિકને ઢાંકવા સીએમ કોણ મુદ્દાને આપે છે હવા
ભાજપના ગઢ સમાન ત્રણ હિંદી ભાષી રાજ્યોમાં કારમી હાર બાદ ઓસરતા મોદી મેજીક ને ઢાંકવા હવે મુખ્યમંત્રી કોણ એવી ચર્ચા શરૂ કરાઈ છે. જો કે આ પણ કોંગ્રેસ માટે ગર્વ લેવા જેવી વાત છે કે દરેક રાજ્યમાં શાસન સંભાળી શકે તેવા એક કરતા વધુ ચહેરા છે.. જેમ એક મહિલાને પ્રસુતિની પીડા જેટલી આનંદદાયક હોય એવી જ હાઇકમાન્ડ માટે આ ગમતી જ ઘટના ગણાય..

ભાજપ કયા મોંઢે કરે છે સવાલ ?
ભાજપ આવી અર્થહીન ચર્ચા કરાવીને પોતાની રહી સહી આબરૂ ધુળમાં મેળવી રહી છે. ચુંટાયેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ઉઠાડી મુકીને સરપંચ પણ ના બન્યા હોય તેવા નરેન્દ્રભાઈ ને જબરજસ્તી ખુરશી પર બેસાડી દેનાર ભાજપ ક્યા મોઢે કોંગ્રેસ ને સવાલ કરે છે એ જ નથી સમજાતું.

નીતિન પટેલને લીલા તોરણેથી પાછા કોણે વાળ્યા ?
રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ બાદ આનંદીબેન પટેલ સાથે ભાજપે શું વર્તન કર્યુ હતું તેનું આત્મમંથન કરવા પણ જયરાજસિંહે ભાજપને ટોણો માર્યો હતો. આનંદીબેનના ગયા બાદ જે નાટક થયુ એના દીર્ગદર્શક લેખક અને નિર્માતા પણ મોદી અને શાહ જ હતા. જમણા ખિસ્સામાં વિજય રૂપાણીની ચીઠ્ઠી અને ડાબા ખિસ્સામાં નિતિન પટેલની ચીઠ્ઠીવાળો ખેલ હજુ ગુજરાત ભુલ્યુ ન હોવાનો આક્ષેપ પણ ભાજપ મોવડીમંડળ પર કૉંગ્રેસ પ્રવક્તાએ કર્યો હતો.

કોંગ્રેસની પરંપરા સામૂહિક ચૂંટણી લડવાની છે
ઉત્તર પ્રદેશમાં પણ યોગી આદિત્યનાથ મુખ્યપ્રધાન તરીકે પીએમ નરેન્દ્ર મોદીની અને અમિત શાહની પહેલી પસંદ ન્હોતા. પરંતું, ધારાસભ્યોના સંખ્યાબળ અને મોદી-શાહ વિરુદ્ધ હાય-હાયના નારાથી ગભરાઈ કમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા તે સર્વવિદીત છે. જ્યાં ચહેરો હોય ત્યાં ઠીક ના હોય ત્યાં સામુહિક નેતૃત્વવાળી દોગલાપણા નીતિ કોંગ્રેસ ક્યારેય નથી કરતી. કોંગ્રેસ ની પરંપરા રહી છે કે કોઈપણ ચુંટણી સામુહીક નેતૃત્વ હેઠળ લડાય અને સરકારનો વડો પછી નક્કી થાય. સરકાર રચવાની એક રીત હોય. પક્ષની પ્રણાલી હોય કોંગ્રેસ એને જ અનુસરી રહી છે. પણ ભાજપને દુખે છે પેટ અને કુટે છે માથું. ભાજપે કોંગ્રેસ ના મુખ્યમંત્રી કોણ હશે એની પળોજણ છોડી મોદી વડાપ્રધાન રહેશે કે નહીં એની ફીકર કરવી જોઈએ તેવા આકરા પ્રહાર ભાજપ પર કર્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
