ખોટો સર્વે વાયરલ કરનાર કોંગ્રેસના IT સેલના રોહન ગુપ્તા સામે ફરિયાદ
પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા ખોટો સર્વે કરનાર કોગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તા સામે ફરિયાદ
10 તારીખે વહેલી સવારે પ્રથમ તબક્કાની ચૂંટણીનો સર્વે ધરાવતો એક સ્ક્રીન શોટ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતુ કે કોંગ્રેસને 65, ભાજપને 22 અને અન્યને 2 બેઠક મળશે. જે અંગે આચાર સંહિતા ભંગની ફરિયાદ ચીફ ઇલેક્ટ્રોકલ ઓફીસર ગુજરાતને ભાજપના ઇલેકશન લીગલ સેલના પરીન્દુ ભગત દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે ઇલેકશન કમિશનર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર આ બાબતે તપાસ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેથી આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સાઇબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે 10મી ડીસેમ્બરે બપોરના સમયે કોંગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તાએ પોતાના ટવીટર આઇડી પરથી સ્ક્રીન શોટ પર અપલોડ કર્યો હતો. જેના આધારે પોલીસે આજે ઇન્ડિયન પીનલ કોડની કલમ 188, 171 (જી) અને લોક પ્રતિનિધીત્વ ધારાની કલમ 126 મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ઓપિનિયન પોલમાં જાણીતી સંસ્થા ચાણક્યનું પણ નામ લેવામાં આવ્યું હતું. જે બાદ તેમના દ્વારા પણ અધિકૃત જાહેરાત કરતા કે આ ઓપિનિયન પોલ ખોટો છે કોંગ્રેસની જાહેરમાં ફજેતી થઇ હતી.












Click it and Unblock the Notifications
