For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ, આજે કોર્ટમાં હાજર કરાશે

ગુજરાતમાં પાટીદાર આંદોલનના પ્રમુખ અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની શનિવારે ફરીથી અટકાયત કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પાટીદાર આંદોલનના પ્રમુખ અને વર્તમાનમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની શનિવારે ફરીથી અટકાયત કરી લેવામાં આવી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વિરમગામ પાસે હાંસલપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ હતુ અને 24 જાન્યુઆરીના રોજ હાજર રહેવા માટે કહ્યુ હતુ. જો કે એ પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ડીસીપી રાજદીપ સિંહ ઝાલા (સાઈબર ક્રાઈમ)એ પણ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ, અદાલતે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ હતુ. ત્યારબાદ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમને રવિવારે અદાલતમાં હાજર કરવામાં આવશે. તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

hardik patel

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદની એક અદાલતે હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત સમર્થક રેલી બાદ થયેલી હિંસા બાબતે દાખલ રાજદ્રોહના એક કેસમાં શનિવારે બિન જામીનપાત્ર વોરન્ટ જારી કરી દીધુ હતુ. કોર્ટે નવેમ્બર 2018માં તેમની સામે આરોપ નક્કી કર્યા હતા. શનિવારે એડિશનલ સેશન જજ બી જી ગણાત્રાએ પટેલ સામે ધરપકડ વોરન્ટ જારી કર્યુ હતુ.

સરકારી વકીલે અદાલતને જણાવ્યુ હતુ કે આરોપી કેસને લટકાવી રાખવા ઈચ્છે છે અને આ કારણે હાજરીમાંથી વારંવાર છૂટ માંગી રહ્યા છે. અદાલતે એ પણ જોયુ કે તે જામીનની શરતોનુ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે અને તે સુનાવણી દરમિયાન નિયમિત રીતે હાજર થતા નથી. હાલમાં હાર્દિક કોંગ્રેસમાં શામેલ થઈ ચૂક્યા છે. તે સતત પાર્ટીના કેમ્પેઈન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસ: વરીષ્ઠ વકીલે આપ્યું ચોંકાવનારૂ નિવેદન, ચારેય દોષિતોને સોનિયા ગાંધીની જેમ માફ કરી દે આ પણ વાંચોઃ નિર્ભયા કેસ: વરીષ્ઠ વકીલે આપ્યું ચોંકાવનારૂ નિવેદન, ચારેય દોષિતોને સોનિયા ગાંધીની જેમ માફ કરી દે

English summary
Congress leader Hardik Patel arrested Ahmedabad after a non-bailable warrant in sedition case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X