રાજકોટમાં કોંગ્રેસના નેતા હરેશ મોરાડિયાએ પત્ની સાથે કરી આત્મહત્યા
રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત સેલના નેતાએ પત્ની સાથે ઝેરી દવા પીને કરી આત્મહત્યા. જાણો આ અંગે વધુ અહીં.
કોંગ્રેસ નેતા હરેશ મોરાડિયા અને તેમની પત્નીએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાના કારણો સામે નથી આવ્યા. પણ મોરાડિયા કોંગ્રેસ પાર્ટીના ખેડૂત સેલ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં 14 ડિસેમ્બરે થનાર વિધાનસભાની ચૂંટણીના 3 દિવસ પહેલા આ ઘટના થઇ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. વધુમાં આસપાસના લોકો પણ આ ઘટનાને જાણીને અંચભિત થયા છે. પોલિસ હાલ તો આ મામલે તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં મહેશ્વરી સોસાયટીમાં રહેતા હરેશ ભાઇ અને તેમની પત્ની રમીલાબેન ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. ત્યારે પોલીસ હાલ સુસાઇડ નોટ અને આત્મહત્યા કરવાના કારણોની તપાસ કરી રહી છે. જો કે ચૂંટણી પહેલા જ અચાનક બંન્ને પતિ પત્નીએ આત્મહત્યા કરી લેતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
