For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આજે 87 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે

|
Google Oneindia Gujarati News

congress-logo
અમદાવાદ, 19 નવેમ્બર : આજે અથવા આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગુજરાતમાં પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીની 87 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

ગુજરાતમાં પ્રથમવાર નવા સીમાંકન મુજબ યોજાવા જઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની બેઠકો પર કયા ઉમેદવારો ઉભા રાખવા જેથી મહત્તમ ફાયદો મેળવી શકાય તે અંગેની સ્થાનિક સ્તરે ચર્ચા બાદ ઉમેદવારોના વિકલ્પો સાથેની યાદી તૈયાર કરવામાં આવી હતી.

ગય શનિવાર એટલે કે 17 નવેમ્બર, 2012ના રોજ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સ્ક્રુટિની કમિટીની બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની 10 જનપથ સ્થિત નિવાસ સ્થાને મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અને બેઠકો પર અન્ય પક્ષોના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરાવામાં આવી હતી.

કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારના નામોની અંતિમ યાદી 20 નવેમ્બર સુધીમાં સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મીટિંગમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની 87 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદીને ફાઇનલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસની બેઠકો અંગે માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન 8-10 ધારાસભ્યોને રિપીટ કરવામાં નહીં આવે. દિલ્હીમાં મળેલી બેઠકમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, ઓસ્કાર ફર્નાન્ડિઝ, મુકુલ વાસનિક, સી પી જોશી અને અંબિકા સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Congress may declare 87 candidates name today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X