રચના પહેલાં જ વિધાનસભા ખંડિત, કોંગ્રેસના ઉમેદવારનું મોત

ગોધરા-લુણાવાડા રોડ સ્થિત છબનપુરમાં ઇજનેરી કોલેજમાં ગુરુવારે રસાકસીભરી મત ગણતરી વચ્ચે મોરવા(હડફ) બેઠકનાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સવિતાબેન ખાંટની એકાએક તબિયત લથડી પડી હતી. અને જેથી તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં પ્રાથમિક તપાસમાં બ્રેઇન હેમરેજ થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમની સ્થિતી નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખવમાં આવ્યાં. અને આજે સવારે હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
અલબત્ત, નાજુક સ્થિતિ વચ્ચે કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર સવિતાબેન ખાંટને પ૬૮૮૬ અને ભાજપના ઉમેદવાર બીજલ ડામોરને ૪પપ૯૭ મત મળતાં તેઓ ૧૧૨૮૯ મતની લીડથી વિજેતા બન્યા હતા.












Click it and Unblock the Notifications
