હવે કોંગ્રેસ મહાસચિવ કામતે ઉછાળ્યું મોદી પર કાદવ!

આ દરમિયાન કામતે જણાવ્યું કે મોદીની નફરતની રાજનીતિ ચાલવાની નથી. તેમના અનુસાર નરેન્દ્ર મોદી ખોટું બોલે છે, તેઓ કેદારનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત કરે છે, પરંતુ સત્યતા એ છે કે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં 300થી પણ વધારે મંદિર તોડાવી ચૂક્યા છે.
મોદી પર નફરતની રાજનીતિનો આરોપ લગાવતા કામતે કહ્યું કે ગોધરા કાંડ બાદ જે કંઇપણ થયું, તેના માટે દેશના હિન્દુ મોદીને ક્યારેય માફ નહીં કરે. કામતે કહ્યું કે દેશ જ નહીં પરંતુ મોદી પાર્ટી અને પોતાના ગઠબંધનમાં પણ વિભાજન કરાવ્યું. આના પગલે જ જેડીયૂ અગલ થઇ ગયું અને બીજેપીમાં ભંગાણ પડી શકે છે.
મોદીના જાદુ પર ટિપ્પણી કરતા કામતે જણાવ્યું કે બીજેપી ભલે તેમનું નામ દરેક સ્થળે ઉછાળી રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની બહાર મોદીના જાદુંની કોઇ અસર નથી. લોકો તેમના રંગ ઢંગ જાણે છે અને તેમની વાતોમાં આવે તેમ નથી.












Click it and Unblock the Notifications
