મહેસાણામાં કોંગ્રેસ પ્રેરિત નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું

ચૂંટણીના ચક્રવ્યૂહમાં રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે ત્યારે મંગળવારે સાંજે મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટમાં આયોજિત કોંગ્રેસ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં સહકારી અગ્રણી નટુભાઇ પટેલે મહેસાણા વિધાનસભાની બેઠક પર પક્ષે તેમને ટિકિટ ફાળવી હોવાનું જણાવ્યું હતું. નટુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, રાયડા સહિતના ખોટા કેસો કરાવી મને ફસાવવા પ્રયાસ કરાયા છે, મને સુપ્રિમમાંથી પણ જામીન મળ્યા નથી તેવી ભ્રમણા ફેલાવાઇ રહી છે ત્યારે તેમનામાં તાકાત હોય તો મને જેલમાં પુરાવી જુએ.
તેમણે વ્યંગ કરતાં કહ્યું કે, અનેક કેસો કરાવી જેલમાં ધકેલવાનું સ્વપ્ન જોઇ રહેલી મોદી સરકારને ગુજકો માસોલનો ચેરમેન બની તેમનું સ્વપ્ન રોળી નાખ્યું છે.
કોંગ્રેસ પ્રેરિત સ્નેહસંમેલન બન્યું પાટીદાર સંમેલન
કોંગ્રેસ પ્રેરિત આ સ્નેહ સંમેલન પાટીદાર સંમેલન બની ગયું હતું. અહીં કોંગ્રેસના પાટીદાર સિવાયની અન્ય જ્ઞાતિઓ તેમજ નેતાઓ નહીં જણાતાં આ સંમેલન ખરા અર્થમાં કોંગ્રેસ પ્રેરિત હતું કે કેમ તે બાબતે ચર્ચાએ જોર પકડયું છે.












Click it and Unblock the Notifications
