For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોંગ્રેસે પછાતો માટે જાહેર કરી ભાવિ યોજનાઓ

|
Google Oneindia Gujarati News

arjun-modhvadia
અમદાવાદ, 11 ઑક્ટોબર : ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે તેના નવમા મુદ્દા તરીકે પછાત જાતિઓ એટલે કે એસટી, એસસી અને ઓબીસી માટે વિશેષ લાભોની જાહેરાત કરી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ગરીબ લોકોનો એજન્ડા લઇને તમારી પાસે આવ્યા છીએ બધા વર્ગોનો વિકાસ થાય એ માટે આ મુદ્દા રજૂ કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો આ મુદ્દાઓનો અમલ કરવામાં આવશે.

- એસટી, એસસી અને પછાત વર્ગો માટેની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે. ભવિષ્યમાં જગ્યાઓ માટે સમયબધ્ધ કાર્યક્રમ ગોઠવાશે.
- સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજોમાં અનામતનો અમલ કરાશે.
- સરકારી છાત્રાલયોમાં ફીના ધોરણો સુધારવામાં આવશે .
- એસટી, એસસી, ઓબીસીના છાત્રાલયોને આધુનિક બનાવાશે, રિપેર કરાશે, નવા બનાવાશે.
- એસટીની વસતીમાં વિશેષ યોજના અપાશે.
- ગુજરાતમાં 54 ટકા વસતી ઓબીસીની છે. તેમાં મુક્ત અને વિચરતી જાતિઓની સ્થિતિ સુધારવા માટે કમિશનની રચના કરી તેનો અહેવાલ સ્વીકાર્યો હતો પણ અમલીકરણ બાકી તેનું અમલીકરણ કરાશે.
- વિમુક્તિજાતિ વિકાસ નિગમની રચના કરાશે.
- નટ બજાણિયા, મદારી, વણઝારા જાતિના લોકોને માટે વ્યવસાયલક્ષી યોજના બનાવાશે.
- ઓબીસીમાં પરંપરાગત વ્યવસાયો છે જેમ કે કંસારા, કડિયા, લુહાર, કુંભાર વગેરે માટે તેમના વ્યવસાયના ઉત્પાદનોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી માર્કેટિંગ કરવા માટે ખાસ નિગમ ઉભું કરાશે. તેમને વીજળી અને ટેક્સમાં રાહત અપાશે.
- ક્રીમી લેયર સર્ટિફિકેટ માટેનું આવક ધોરણ ઊંચું લઇ જવાશે.
- પછાત વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરાશે.

અનુસૂચિત જાતિ માટેની યોજના
- દલિત સહકારી મંડળીઓને પુર્જીવિત કરવા મદદ કરાશે.
- સરકારી કામગીરીઓ અને ખરીદીમાં દલિત સહકારી મંડળીઓને પ્રાધાન્ય અપાશે.
- વાલ્મિકી સમાજમાં માથે મેલું ઉપાડવાની પ્રથા શરમજનક છે. તે દૂર કરવા કાયદાકીય જોગવાઇ કરવા ઉપરાંત મેલું માથે નહીં ઉપાડવા જરૂરી માળખાકીય સુવિધા વિકસાવાશે.
- વાલ્મિકી સમાજના કામદારોને સીધો પગાર આપવાની વ્યવસ્થા કરાશે.
- દરેક તાલુકા મથકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન બનાવાશે.
- સામાન્ય અધિકારીતા ભવનની 16 યોજનાઓ ફરી અમલી બનાવાશે.

English summary
Congress shown future plans for SC, ST and OBC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X