બીફ ફેસ્ટ મામલે વડોદરા અને સુરતમાં કોંગ્રેસના પુતળાનું દહન

Subscribe to Oneindia News

રળમાં થયેલ ગૌહત્યા તથા બીફ ફેસ્ટના વિરોધમા મંગળવારે વડોદરા અને રાજકોટ કોંગ્રેસનું પુતળું સળગવામાં આવ્યું હતું. વડોદરામાં બીફ ફેસ્ટના વિરોધમાં હિંદુ યુવા વાહિની સંગઠને કોંગ્રેસ કાર્યાલય પાસે પૂતળું સળગાવ્યું હતું. આ પછી કેટલાક અસામાજિક તત્વોએ કોંગ્રેસ કાર્યોલય પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાંખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં શહેર કોંગ્રેસ અગ્રણીઓ અને પોલીસ કોંગ્રેસ કાર્યાલય પર ધસી ગઇ હતી.

vadodara protest

મળતી માહિતી મુજબ અસામાજિક તત્વો હથિયાર સાથે વડોદરાના કોંગ્રેસ કાર્યોલય પર ધસી આવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કારણે કોંગ્રેસ કાર્યલયના બારીના કાચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં શહેરના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ તથા રાવપુરા પોલીસ કાર્યાલય પર પહોંચી હતી. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની ઘટના બાબતે પૂછપરછ કરી હતી. કોંગ્રેસ કાર્યોલય પર પથ્થરમારો થવાની ઘટનાથી રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ સુરત શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉધનાના સોસીયો સર્કલ પાસે કોંગ્રેસના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

surat protest
English summary
Congress statue had been burnt in Vadodara by Hindu Yuva Vahini and by Vishwa Hindu Parishad and Bajrang Dal in Surat.
Please Wait while comments are loading...