રાહુલે મંદિના પૂજારીની ફોન પર સોનિયાથી વાત કેમ કરાવી, જાણો?

રાહુલ ગાંધીએ બાવળાના પ્રસિદ્ધ મોગલધામ મંદિરના પૂજારીની ફોન કરીની સોનિયા ગાંધી જોડે કેમ વાત કરાવી જાણો અહીં.

ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો વધુ એક સ્વરૂપ જોવા મળ્યું છે. રાહુલ આ વખતે ગુજરાતમાં ચૂંટણી દરમિયાન અનેક મંદિરોમાં દર્શન કરતા જોવા મળ્યા. જેને ભાજપ હિન્દુત્વના કાર્ડ તરીકે પણ જોઈ રહી છે. આ વખતના ચૂંટણી પ્રચારમાં રાહુલ અત્યાર સુધીમાં 25 જેટલાં મંદિરોમાં દર્શન કરતા જોવા મળ્યા છે. શુક્રવારે બાવળાના પ્રસિદ્ધ મોગલધામ મંદિરે પણ દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરે પહોંચીને રાહુલે પૂજા-અર્ચના કરી અને મંદિરના પૂજારીની કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે વાતચીત પણ કરાવી. નોંધનીય છે કે આજે સોનિયા ગાંધીનો જન્મદિવસ પણ છે.

Rahul Gandhi

પૂજારીને સોનિયા ગાંધી સાથે કરાવી વાત

મંદિરમાં રાહુલે પૂજા-અર્ચના કર્યા બાદ પૂજારીએ તેમને માતા સોનિયા ગાંધીની તબિયત અંગેના સમાચાર પૂછ્યા હતા. ત્યારે માતા અંગેની વાત સાંભળીને રાહુલ ગાંધીએ તૈયારીમાં કહ્યું કે શું તમે તેમની સાથે વાત કરશો. પૂજારીજી રાહુલ ગાંધીની વાતનો કોઈ જવાબ આપે તે પહેલાં જ તેમણે માતાને ફોન લગાવી દીધો અને કહ્યું કે મંદિરના પૂજારી તમારી સાથે વાત કરવા માંગે છે. રાહુલની પ્રતિક્રિયાથી ત્યાં હાજર દરેક વ્યક્તિ ખુબ જ ખુશ થઈ ગઈ.

Congress

માતા અને બહેન આપશે ચૂંદડી

પૂજા દરમિયાન મંદિરના પૂજારીએ રાહુલ ગાંધીને પ્રસાદ સ્વરૂપે એક ચૂંદડી પણ આપી. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પ્રસાદમાં મળેલી ચૂંદડી માતા અને બહેનને આપશે. રાહુલે મંદિરમાં ગુજરાતની ચૂંટણીમાં જીતની સાથે-સાથે માતાના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી.

Temple

રાહુલના મંદિર દર્શન પર થયો હતો વિવાદ

આ પહેલા 29 નવેમ્બરે રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા ત્યારે એક વિવાદ પણ સામે આવ્યો હતો. મંદિરમાં રાહુલ ગાંધીનું નામ ગેરહિન્દુ દર્શનાર્થીના રજિસ્ટરમાં નોંધવામાં આવ્યુ હતુ. મંદિરના આ રજિસ્ટરમાં રાહુલ ગાંધીએ હસ્તાક્ષર પણ કર્યા હતા. જેને લઈને ભારે વિવાદ સામે આવ્યો હતો અને કોંગ્રેસે આ સમગ્ર મામલે સફાઈ પણ આપવી પડી હતી. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી માત્ર હિન્દુ નથી તેઓ જનોઈધારી પણ છે. તેમનો પરિવાર ભગવાન શિવની પૂજા કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X