યુવાઓ માટે કોંગ્રેસ શહેરી રોજગાર ગેરંટી યોજના લાગુ કરશે!

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેંશન યોજના નાબૂદ કરી જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.

કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ વિભાગોનાં લાખો સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા નવી પેંશન યોજના નાબૂદ કરી જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.

congress

કેન્દ્રની તાત્કાલિન કોંગ્રેસની યુપીએ સરકારે ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર આપવા માટે 'મનરેગા' યોજના લાગુ કરાઈ હતી તેવી જ રીતે રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં યુવાનોને રોજગારીની તકો મળે તે માટે 'શહેરી રોજગાર ગેરેન્ટી યોજના' લાગુ કરવામાં આવી છે જેમાં 100 દિવસની રોજગારીની ગેરેન્ટી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર બનતા જ 'શહેરી રોજગાર ગેરેન્ટી યોજના' લાગુ કરવામાં આવશે.

ગુજરાતમાં કુપોષણને નાથવા અને ગરીબ વર્ગના લોકોને 'પૌષ્ટિક ભોજન' મળી રહે તે સુનિશ્ચિત કરવા 'ઇન્દિરા રસોઈ યોજના' લાગુ કરાશે. રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીએ આપેલ આઠ વચનો જેમાં 10 લાખ સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક, કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર, દરેક ખેડૂતનાં 3 લાખ સુધીનાં દેવા માફ, ગેસ સિલિન્ડર 500 રૂપિયે, યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા જેમાં 50% મહિલાઓ માટે અનામત, બેરોજગાર યુવાનોને 3000 રૂપિયાંનું બેરોજગારી ભથ્થું, 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓ, કન્યાઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, સામાન્ય નાગરિકને 300 યુનિટ વીજળી બિલ માફ, સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનાં વચનોને લાગુ કરી ગુજરાતનાં તમામ વર્ગોનું સર્વસમાવેશી વિકાસ થાય તે સુનિશ્ચિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X