સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસની જીત, જાણો કેટલી બેઠક મળી

ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે પરંતુ સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી છે.

અમદાવાદઃ રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે પરંતુ સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી છે. ભાણવડની તમામ 24 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાણવડમાં 25 વર્ષ બાદ કોંગ્રેસની જીત થઈ છે. ભાણવડની કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો પર વિજય મેળવ્યો છે અને 8 બેઠકો ભાજપને મળી છે. તમને જણાવી દઈએ કે આ પાલિકા પર બહુમતી માટે 13 બેઠકો મેળવવી જરૂરી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલી મોટી જીત મેળવી છે.

congress

રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. આ બંને બેઠકો જસદણ તાલુકામાં આવે છે. શિવરાજપુરમાં કોંગ્રેસ ઉમેદવાર વિનુ મેણિયાને 5621 મોત મળ્યા છે અને તેમણે ભાજપ ઉમેદવાર છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે. જ્યારે સાણથલી બેઠક પર કોંગ્રેસના શારદાબેન વિનુભાઈ ધડુકને 5103 મત મળ્યા હતા અને ભાજપના રસીલાબેનને 4868 મત મળ્યા હતા. આમ કોંગ્રેસ 235 મતથી વિજેતા બન્યુ હતુ. ઉપલેટા નગરપાલિકામાં પણ વૉર્ડ નંબર 5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાને 1098 મત મળ્યા.

થરા અને ઓખા નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય થયો છે. ઓખા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 34 બેઠકો ભાજપને મળી છે જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસ જીતી છે. થરા પાલિકામાં 24માંથી 20 બેઠક પર ભાજપ જ્યારે 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર મનપામાં ભાજપ 44માંથી 31 બેઠક પર જીતી ગયુ છે જ્યારે માત્ર 1 બેઠક પર કોંગ્રેસ જીત્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X