પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રેસે ડીજીપીને લખ્યો પત્ર
જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી માટે કોંગ્રેસને શંકા છે કે તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયતો ભાજપ છીનવી ન લે તે માટે કોંગ્રેસે પોલિસ વડાને પત્ર લખ્યો છે.
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી માટે કોંગ્રેસને શંકા છે કે તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયતો ભાજપ છીનવી ન લે તે માટે કોંગ્રેસે પોલિસ વડાને પત્ર લખ્યો છે.

ભાજપ પર તેમના સભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગણી કરી છે. કોંગ્રેસે મુખ્ય સચિવ, ચૂંટણી કમિશ્નર અને રાજ્યના પોલિસ વડાને પત્ર લખીને અપીલ કરી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ ભાજપ જિલ્લા અને તાલુકા પંચાયતોને તોડવા માટે તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે તેમજ ધાકધમકી આપી રહી છે. માટે ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 માં આવી રહી છે. વળી, જિલ્લા અને તાલુકા તેમજ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી ભાજપે કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પંચાયતોના સભ્યોને તોડવા ભીંસ વધારી દેતા કોંગ્રેસે અમુક પંચાયતોના સભ્યોને બચાવવા ગુપ્ત સ્થળે મોકલી દીધા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
