For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા સ્પીકરનો દાવો, બંધારણનો ડ્રાફ્ટ એક બ્રાહ્મણે તૈયાર કર્યો હતો

ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કેબંધારણનો ડ્રાફ્ટ એક બ્રાહ્મણ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અમદાવાદ નજીક અડાલજમાં બ્રાહ્મણ વેપારી સંમેલનનુ ઉદઘાટન થયુ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા સ્પીકર પણ ત્યાં હાજર હતા જ્યાં તેમણે દાવો કર્યો કે ડૉ. બી આર આંબેડકરે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો શ્રેય બી એન રાવને આપ્યો હતો જે એક બ્રાહ્મણ હતા. તેમણે બીજા વિશાળ બ્રાહ્મણ વેપારી સંમેલન પ્રસંગે એ પણ દાવો કર્યો કે અભિજીત બેનર્જી સહિત 9 ભારતીય નોબલ પુરસ્કાર વિજેતાઓમાંથી 8 બ્રાહ્મણ છે.

બ્રાહ્મણ વેપારી સંમેલનમાં કહી વાત

બ્રાહ્મણ વેપારી સંમેલનમાં કહી વાત

અડાલજમાં થઈ રહેલા આ સંમેલનમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ, ‘શું આપ જાણો છો કે 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પછી આપણો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો? શું તમે જાણો છો કે કોણે ડૉ. બીઆર આંબેડકરને ડ્રાફ્ટ આપ્યો? જ્યારે બંધારણની વાત આવે ત્યારે આપણે બધા બી આર આંબેડકરનુ નામ સમ્માન સાથે લઈએ છીએ.'

આંબેડકરે આપી હતી બી એન રાવને ક્રેડિટઃ ગુજરાત સ્પીકર

આંબેડકરે આપી હતી બી એન રાવને ક્રેડિટઃ ગુજરાત સ્પીકર

પરંતુ તેમના (આંબેડકર) શબ્દોમાં, બંધારણનો ડ્રાફ્ટ બી એન રાવ - બેનેગલ નરસિંહ રાવ - એક બ્રાહ્મણ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શામેલ થયા હતા. ત્રિવેદીએ કહ્યુ કે ઈતિહાસ જણાવે છે કે બ્રાહ્મણ હંમેશા બીજાને આગળ વધારે છે. એ રાવ જ હતા જેમણે બી આર આંબેડકરને પોતાનાથી આગળ રાખ્યા.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે CAA, રોહિંગ્યાઓને કરીશુ બહારઃ કેન્દ્રીય મંત્રીઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થશે CAA, રોહિંગ્યાઓને કરીશુ બહારઃ કેન્દ્રીય મંત્રી

8 ભારતીય નોબેલ વિજેતા બ્રાહ્મણઃ ત્રિવેદી

8 ભારતીય નોબેલ વિજેતા બ્રાહ્મણઃ ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ કે અમને આંબેડકર પર ગર્વ છે કારણકે તેમણે 25 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભામાં પોતાના ભાષણ દરમિયાન એ સ્વીકાર કર્યો હતો. ગુજરાત વિધાનસભા સ્પીકરે કહ્યુ, ‘હું તેમને અવતરણ કરુ છુ, જે શ્રેય મને આપવામાં આવ્યો છે, તે વાસ્તવમાં મારો નથી, આ બી એન રાવનો છે.' ત્રિવેદીએ એ પણ દાવો કર્યો કે 8માંથી 7 ભારતીય નોબલ વિજેતા બ્રાહ્મણ છે. તેમણે કહ્યુ કે 9માં ભારતીય નોબલ વિજેતા અભિજીત બેનર્જી પણ એક બ્રાહ્મણ છે. સ્પીકરે દિલ્લીના ફાયરમેન રાજેશ શુક્લાનો પણ ઉલ્લેખ કર્યો જેમણે ગયા મહિને અગ્નિકાંડમાં 11 લોકોના જીવ બચાવ્યા હતા.

English summary
Constitution draft was prepared by a Brahmin BN Rau claims Gujarat Assembly Speaker Rajendra Trivedi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X